
કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનથી પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ ખળભળી ઉઠ્યા છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને આતંકવાદી સંગઠન આવી પછડાટને કારણે હવે ભારત-પાકિસ્તાન બોર્ડરની લાઈન ઓફ કંટ્રોલ પર એવા હથિયારોની તેનાતી કરવાનું છે કે જેમા પાકિસ્તાની સેના અને આતંકવાદીઓને કોઈ લેવાદેવા નહીં હોય. એલઓસી પર પાકિસ્તાન તરફથી રિમોટથી ચાલનારી વેપન સિસ્ટમની તેનાતી થઈ શકે છે.

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને તેની આર્મીએ રોબોટિક હથિયારોને લાઈન ઓફ કંટ્રોલની પેલેપાર લગાવવાની એક મોટી યોજના તૈયાર કરી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનના આવા પ્લાનને ડિકોડ કરવામાં સફળતા મેળવી છે. તેમના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન આગામી દિવસોમાં મોટા પ્રમાણમાં રિમોટ કંટ્રોલથી ચાલનારી વેપન સિસ્ટમની તુર્કી પાસેથી ખરીદી કરી રહ્યું છે.

સૂત્રોનું કહેવું છે કે આવી ખરીદાયેલી રિમોટ કંટ્રોલ વેપન સિસ્ટમને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને આર્મી બોર્ડરની એવી જગ્યાઓ પર લગાવે તેવી શક્યતા છે કે જ્યાં તેઓ આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવા માટે નદી-નાળાનો ઉપયોગ કરે તેવી શક્યતા છે.
આતંકવાદીઓની ઘૂસણખોરી દરમિયાન લાઈન ઓફ કંટ્રોલ પર ભારતીય સુરક્ષા એજન્સીઓ એટલી ચોકસાઈ રાખી રહી છે કે જ્યારે પણ લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દાનના આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરે છે, તો ભારતીય સુરક્ષા એજન્સીઓ તેમને આવા સ્થો પર જ ઢેર કરી દેતી હોય છે.

આતંકવાદીઓને તો ભારતીય સુરક્ષા એજન્સીઓ અહીં ઠાર કરે જ છે, તેની સાથે જે આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવા માટે પાકિસ્તાનની મુજાહિદી બટાલિયન અને સ્પેશયલ સર્વિસ ગ્રુપના સૈનિકો તેમની સાતે હાજર રહે છે, ભારતીય સુરક્ષા એજન્સીઓ આવા પાકિસ્તાની સૈનિકોને પણ નિશાન બનાવે છે. તેના કારણે હવે પાકિસ્તાન ડરીને એવા હથિયારોને સરહદ પર લગાવવાનો પ્લાન કરી રહ્યું છે કે જેમા તેની સેના અને કોઈ આતંકી સમૂહના લોકોની જરૂરત જ રહે નહીં.
સૂત્રોનું કહેવું છે કે રિમોટથી ચાલનારા આવા રોબોટિક હથિયારો દ્વારા દિવસ અને રાત્રિ બંને સમયગાળામાં ફાયરિંગ કરી શકાય તેમ છે. જાણકારી મુજબ,આતંકવાદીઓને ઘૂસણખોરી દરમિયાન રાત્રિમાં લોકેશન ડિટેક્ટ કરીને સીધા ટાર્ગેટ પર ફાયર કરનારા આ હથિયારોનો ઉપયોગ આતંકવાદીઓ ચુપચાપ ઘૂસણખોરી કરવામાં મોટા સ્તર પર કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે આના પહેલા કથિત સેટેલાઈટ ગાઈડેડ મોર્ટારના ઉપયોગની જાણકારી પણ સામે આવ હતી.
મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની પેલે પાર પીઓકેના ઘણાં સ્થાનો પરથી ભારતીય સુરક્ષા એજન્સીઓને નિશાન બનાવવા માટે સેટેલાઈટ ગાઈડેડ મોર્ટાર લગાવવામાં લાગ્યું હોવાના ભારતીય મીડિયા દ્વારા અહેવોલો પણ પ્રસારીત થઈ ચુક્યા છે.
સેટેલાઈટ ગાઈડેડ મોર્ટારનો ઉપયોગ પહેલા પાકિસ્તાની સેનાએ ક્યારેય કર્યો નથી. આ સેટેલાઈટ ગાઈડેડ મોર્ટાર ભારતીય સુરક્ષા દળોના બંકરોને નિશાન બનાવી શકે છે. સેટેલાઈટ ગાઈડેડ મોર્ટનો ઉપયોગ ચીન, સિંગાપુર અને અમેરિકા જેવા દેશો દ્વારા કરવામાં આવે છે.
પાકિસ્તાન હવે આનો ઉપયોગ ભારત વિરુદ્ધ પણ કરે તેવી શક્યતા છે. આ મોર્ટારની ટેક્નોલોજી કેટલાક યુરોપિયન દેશોની સાથે ચીનની પાસે પણ ઉપલબ્ધ છે. જો કે ચીનમાં બનેલા મોર્ટારની વધુ જાણકારી ઉપલબ્ધ નથી.
પાકિસ્તાને આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતના સુરક્ષા દળો પર હુમલો કરવા માટે એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલ એટલે કે એટીજીએમનો પણ ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાને ઘણીવાર ભારતીય સુરક્ષાદળો પર લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલને પેલે પારથી હુમલો કરવા માટે 120 એમએમ મોર્ટારનો ઉપયોગ કર્યો છે.