1. Home
  2. ગુજરાતી
  3. પંજાબમાં પાકિસ્તાન સમર્થિત આતંકી મોડ્યુલનો પર્દાફાશ, વિદેશી હથિયારો અને ગ્રેનેડ સાથે એકની ધરપકડ
પંજાબમાં પાકિસ્તાન સમર્થિત આતંકી મોડ્યુલનો પર્દાફાશ, વિદેશી હથિયારો અને ગ્રેનેડ સાથે એકની ધરપકડ

પંજાબમાં પાકિસ્તાન સમર્થિત આતંકી મોડ્યુલનો પર્દાફાશ, વિદેશી હથિયારો અને ગ્રેનેડ સાથે એકની ધરપકડ

0
Social Share

ચંડીગઢ, 16 એપ્રિલ 2026: પંજાબ પોલીસે પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા રચવામાં આવેલા એક મોટા આતંકી કાવતરાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે. ગુરુવારે પંજાબ પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સમર્થિત આતંકી મોડ્યુલનો ભાંડો ફોડીને એક આતંકીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા શખ્સ પાસેથી ભારે માત્રામાં વિસ્ફોટકો અને વિદેશી હથિયારો મળી આવ્યા છે.

પંજાબ પોલીસના ડાયરેક્ટર જનરલ ગૌરવ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ ઓપરેશનની વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, અમૃતસર અને મોહાલીની સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલના સંયુક્ત ઓપરેશનમાં કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગને આ સફળતા મળી છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી 4 હેન્ડ ગ્રેનેટ, 2 વિદેશી પિસ્તોલ અને મોટી સંખ્યામાં દારૂગોળો જપ્ત કરવામાં આવ્યાો છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ધરપકડ કરાયેલ આરોપી વિદેશમાં બેઠેલા તેના આકાઓના સીધા સંપર્કમાં હતો. આ મોડ્યુલના તાર તાજેતરમાં ચંડીગઢમાં થયેલા ગ્રેનેડ હુમલા સાથે જોડાયેલા હોવાનું પણ પોલીસ માની રહી છે. અમૃતસરના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને મોડ્યુલના અન્ય સભ્યોને પકડવા માટે સઘન દરોડા પાડવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે 1 એપ્રિલના રોજ ચંડીગઢમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્ય કાર્યાલયની બહાર ગ્રેનેડ હુમલો થયો હતો. પંજાબ અને ચંડીગઢ પોલીસે 4 એપ્રિલે જ આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ મોડ્યુલને પોર્ટુગલ અને જર્મનીમાં બેઠેલા હેન્ડલર્સ દ્વારા નિર્દેશો આપવામાં આવતા હતા અને તેને આઈએસઆઈનું સંપૂર્ણ સમર્થન હતું.

ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું કે આતંકીઓ પંજાબમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પોલીસ તેમની દરેક ચાલ પર નજર રાખી રહી છે. હાલમાં ફરાર અન્ય બે મુખ્ય આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે. આ ઘટના બાદ અમૃતસર અને સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ મહિલા અધિકારનો વિરોધ કરનારાઓને નારીશક્તિએ ક્યારેય માફ કર્યા નથીઃ નરેન્દ્ર મોદી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code