1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાન ઘૂંટણીયે પડ્યું, 15મી ફેબ્રુઆરીએ ભારત સામે રમશે ટી20 મેચ
પાકિસ્તાન ઘૂંટણીયે પડ્યું, 15મી ફેબ્રુઆરીએ ભારત સામે રમશે ટી20 મેચ

પાકિસ્તાન ઘૂંટણીયે પડ્યું, 15મી ફેબ્રુઆરીએ ભારત સામે રમશે ટી20 મેચ

0
Social Share

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: આઈસીસી વર્લ્ડકપમાં ભારત સાથે રમવાનો ઈન્કાર કરનાર પાકિસ્તાની સરકારે થુંકીને ચાડ્યું હોય તેમ ભારત સાથે રમવા માટે પોતાની ક્રિકેટ ટીમને મંજુરી આપી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોના કે.આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં મેચ રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત સાથે રમવા માટે આઈસીસી સામે કેટલી શરતો રાખી હતી, જો કે, આઈસીસીએ પાકિસ્તાનની તમામ શરતોને ફગાવી દીધી હતી. તેમજ ભારત સામે રમવા મામલે 24 કલાકમાં નિર્ણય લેવા માટે અલ્ટીમેટમ પણ આપ્યું હતું. જો ભારત સાથે રમવાનો પાકિસ્તાને ઈન્કાર કર્યો હોય તો પાકિસ્તાનની સામે આઈસીસી આકરી કાર્યવાહી કરે તેવી ચર્ચાઓ પણ વહેતી થઈ હતી.

પાકિસ્તાન સરકારે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ અને શ્રીલંકાના અનુરોધને કારણે ટીમને 15મી ફેબ્રુઆરીની મેચની રમવાની મંજુરી આપી છે. પાકિસ્તાન સરકારને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા પીસીબીને કરેલા અનુરોધની સાથે સાથે શ્રીલંકા, સંયુક્ત અરબ અમીરાત તથા અન્ય સભ્યો દેશોના સમર્થન સંદેશાની સમીક્ષા કરી હતી. આ દેશોમાં હાલના પડકારોના એક સમાધાનને શોધવા પાકિસ્તાનને નેતૃત્વની માંગણી કરી હતી. સરકારે બીસીબી અધ્યશ્ર અમીનુલ ઈસ્લામના નિવેદનને પણ ધ્યાનમાં લીધુ હતું. અમારા ભાઈચારાવાળા દેશ તરફથી વ્યક્ત કરવામાં આવેલી કૃતજ્ઞતાને અમે સ્વિકારી લીધી છે. પાકિસ્તાન બાંગ્લાદેશ સાથે ખભે ખભે મીલાવીને ઉભુ છે.

ભારતમાં આઈસીસી ટી20 વિશ્વ કપ રમવાનો ઈન્કાર કરનાર બાંગ્લાદેશને ટૂર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવતા પાકિસ્તાને આ તકનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ ભારત સાથે રમવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, આઈસીબીની બેઠકમાં પોતાની રેવન્યુ વધારવા સહિતની કેટલી શકતો પણ મુકી હતી. જો કે, પાકિસ્તાનની માંગણીઓ આઈસીસીએ ફગાવી દીધી હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચોઃ રાજકોટથી દુબઈ અને બેંગકોકની ફ્લાઇટ્સ શરૂ કરવા રજૂઆત કરાઈ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code