1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વેક્સીન લીધાના એક દિવસ બાદ કોરોના પોઝિટીવ
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વેક્સીન લીધાના એક દિવસ બાદ કોરોના પોઝિટીવ

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વેક્સીન લીધાના એક દિવસ બાદ કોરોના પોઝિટીવ

0
Social Share
  • ઇમરાન ખાન કોરોના પોઝિટીવ
  • બે દિવસ પહેલા લીધી હતી રસી
  • ખુદ હોમ આઇસોલેશન થયા

દિલ્લી: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કોરોના વાયરસથી સંક્રમિત જાણવા મળ્યા છે. દેશના સ્વાસ્થ્ય મંત્રીએ ઇમરાન કોરોના પોઝિટીવ હોવાની જાણકારી આપી હતી.તેમણે જણાવ્યું કે, ઇમરાન ખાન હાલમાં હોમ આઇસોલેશનમાં છે.

ઇમરાને બે દિવસ પહેલા જ ચીનમાં ઉત્પાદિત કોરોના વાયરસ વેક્સીનનો ડોઝ લીધો હતો. પાકિસ્તાની વડાપ્રધાન કાર્યાલયએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન ઇમરાન ખાનને આજે વેક્સીન લગાવવામાં આવી છે. આ પ્રસંગે તેમણે દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને એસઓપીનો સંપૂર્ણ અમલ થાય તેની ખાતરી કરવાની અપીલ કરી છે. ઇમરાન એવા સમયે કોરોના પોઝિટીવ થયા છે, જ્યારે પાકિસ્તાને એક દિવસ પહેલા જ ચીનમાંથી 5 લાખ વેક્સીનના ડોઝ દાનમાં મળ્યા છે.

પાકિસ્તાનમાં શનિવારે આ વર્ષે એક જ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધુ 3,876 નવા કેસ સામે આવ્યા છે, જેની સાથે દેશમાં સંક્રમણનો દર વધીને 9.4 ટકા થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં 623,135 લોકો વાયરસથી સંક્રમિત થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 40 દર્દીઓનાં મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 13,799 થઇ ગઈ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 5 લાખ 79 હજાર 760 લોકો આ સંક્રમણમાંથી સ્વસ્થ થયા છે. 2 હજાર 122 દર્દીઓની હાલત ગંભીર છે.

-દેવાંશી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code