પાકિસ્તાની યુવતીઓનો “ધુરંધર” ડાન્સ, જુઓ વીડિયો
નવી દિલ્હી, 5 જાન્યુઆરી 2026: ભારત સહિત દુનિયાભરમાં બોલીવુડની ફિલ્મ ધુરંધરની લોકો પ્રશંસા કરી રહ્યાં છે અને અત્યાર સુધીમાં ફિલ્મે 1200 કરોડથી વધારેની કમાણી કરી છે. આ ફિલ્મની સ્ટોરી ભારત અને પાકિસ્તાનની આસપાસ ફરતી હોવાથી આ ફિલ્મ ઉપર પાકિસ્તાનમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતા એક અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં વીપીએનની મદદથી 20 લાખથી વધારે લોકોએ આ ફિલ્મને ગેરકાયદે રીતે પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરીને ફિલ્મ નીહાળી છે.
પાકિસ્તાનમાં કોઈ ફિલ્મને 20 લાખથી વધારે લોકોએ ડાઉનલોડ કરી હોય તેવી આ પ્રથમ ફિલ્મ છે. એટલું જ નહીં પાકિસ્તાનમાં આ ફિલ્મના ગીતો પણ લોકો પસંદ કરી રહ્યાં છે. જ્યારે પાકિસ્તાની રાજકીય આગેવાનો અને કટ્ટરપંથીઓ આ ફિલ્મનો જોરદાર વિરોધ કરી રહ્યાં છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાનમાં વિવિધ કાર્યક્રમોમાં આ ફિલ્મના ગીતો ઉપર વાગે છે.
Dhurandhar Craze in Pakistan is real. 🔥
Where are those people hiding now who spread propaganda saying the film was against Muslims?
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 5, 2026
તાજેતરમાં જ પાકિસ્તાનના મંત્રી બિલાવલ ભૂટો એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા ત્યારે તેમના આગમન વખતે અક્ષય ખન્ના ઉપર ફિલ્માવવામાં આવેલુ ધૂરંધર ફિલ્મનુ ગીત વાગતું હતું. ત્યારે હવે પાકિસ્તાનમાં એક કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સ્ટેજ ઉપર બે યુવતી ધુરંધર ફિલ્મના ગીત ઉપર ડાન્સ કરતી જોવા મળે છે. ધુરંધર ફિલ્મનું ગીત તેનુ શરારત શીખાવા ઉપર ડાન્સ કરતા પાકિસ્તાનની યુવતીનો વીડિયો હાલ જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર લોકો તેની ઉપર વિવિધ કોમેન્ટ કરી રહ્યાં છે.


