પઠાણે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,12માં દિવસે કરી તાબડતોડ કમાણી,કલેક્શન 850 કરોડ સુધી પહોંચ્યું!
મુંબઈ:પઠાણની સુનામીએ બોક્સ ઓફિસની સિઝન બદલી નાખી છે.શાહરૂખ ખાને ઈતિહાસના પાનામાં પોતાનું ધમાકેદાર કમબેક નોંધાવ્યું છે.પઠાણનું તોફાન એવું ચાલ્યું કે અટકવાનું નામ નથી લઈ રહ્યું.શાહરૂખની ફિલ્મ રિલીઝ થયાના બે અઠવાડિયા પૂરા થવાના છે.પરંતુ ફિલ્મની ઝડપી કમાણી હજુ પણ ચાલુ છે.
શાહરૂખની પઠાણ રિલીઝ થઈ ત્યારથી જ ધમાકો કરી રહી છે.આ ફિલ્મ તોફાની ગતિએ કમાણી કરીને સતત ઘણા રેકોર્ડ તોડી રહી છે.પહેલા વીકએન્ડની જેમ બીજા વીકેન્ડમાં પણ પઠાણે જાદુ સર્જ્યો છે.
પઠાણની બીજા રવિવારની કમાણીના આંકડા પણ સામે આવ્યા છે.શાહરૂખ ખાનની ફિલ્મે બીજા રવિવારે આટલી ધમાકેદાર કમાણી કરીને ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે.ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર, પઠાણનું બીજા રવિવારે ઓલ ઈન્ડિયા નેટ કલેક્શન આશરે રૂ. 28 કરોડ હતું.
પઠાણની ગુંજ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહી છે.ભારતીય બોક્સ ઓફિસની જેમ વિદેશોમાં પણ પઠાણનો ડંકો વાગી રહ્યો છે.ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર, પઠાણનું વિશ્વભરમાં ગ્રોસ કલેક્શન આશરે રૂ. 850 કરોડ છે.માત્ર 12 દિવસમાં 850 કરોડ રૂપિયાનો આંકડો સ્પર્શ કરવો એ પઠાણ ફિલ્મની મોટી સફળતા છે.