1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. પાવભાજી હવે નવા અવતારમાં, ઘરે બનાવો ટેસ્ટી પાવભાજી પરાઠા
પાવભાજી હવે નવા અવતારમાં, ઘરે બનાવો ટેસ્ટી પાવભાજી પરાઠા

પાવભાજી હવે નવા અવતારમાં, ઘરે બનાવો ટેસ્ટી પાવભાજી પરાઠા

0
Social Share

જો તમે રોજની રોટલી-શાક ખાઈને કંટાળ્યા હોવ અને કંઈક નવું અને ચટાકેદાર ટ્રાય કરવા માંગતા હોવ, તો ‘પાવભાજી પરાઠા’ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. મુંબઈની પ્રખ્યાત પાવભાજીનો મસાલેદાર સ્વાદ અને દેશી પરાઠાનું ક્રિસ્પી પડ, આ બંનેનું કોમ્બિનેશન ખાવાની મજા પડી જશે. આ વાનગી નાસ્તામાં, લંચમાં કે બાળકોના ટિફિન માટે પણ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વિકલ્પ છે.

  • જરૂરી સામગ્રી

પરાઠાના લોટ માટે: 2 કપ ઘઉંનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, જરૂરિયાત અનુસાર તેલ અને લોટ બાંધવા માટે પાણી

સ્ટફિંગ માટે: બાફેલા 3 બટાકા, અડધો કપ બાફેલુ ફ્લાવર, અડધો કપ બાફેલા વટાણા, એક ઝીણી સમારેલી ડુંગળી, બે ઝીણા સમારેલા ટામેટા, એક ચમકી આદુ-લસણની પેસ્ટ, બે ચમચી પાવભાજી મસાલા, અડધી ચમચી લાલ મરચુ પાવડર, પોણી ચમચી હળદર, એક ચમચી માખણ, અને સ્વાદ અનુસાર લીંબુનો રસ તથા કોથમી

  • બનાવવાની રીત

ચટાકેદાર સ્ટફિંગ તૈયાર કરોઃ સૌ પ્રથમ એક કઢાઈમાં માખણ ગરમ કરો અને તેમાં ડુંગળી ઉમેરી હલકી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ આદુ-લસણની પેસ્ટ ઉમેરી તેને બરાબર પકાવો. હવે તેમાં ટામેટા ઉમેરો અને તે નરમ થાય ત્યાં સુધી ચઢવા દો. હવે હળદર, લાલ મરચું, મીઠું અને પાવભાજી મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો. હવે બધી બાફેલી શાકભાજી (બટાકા, ફ્લાવર, વટાણા) ઉમેરો અને મેશરની મદદથી બરાબર મેશ કરી 5-7 મિનિટ સુધી પકાવો. અંતમાં લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરી મિશ્રણને ઠંડુ થવા દો.

પરાઠા તૈયાર કરોઃ ઘઉંના લોટમાં મીઠું અને થોડું તેલ નાખી નરમ લોટ બાંધી લો. હવે લોટનો એક લૂવો લઈ તેને થોડો વણી લો અને તેની વચ્ચે તૈયાર કરેલું પાવભાજીનું સ્ટફિંગ મૂકો. લૂવાને ચારે બાજુથી બંધ કરી હળવા હાથે પરાઠો વણી લો. ગરમ તવા પર પરાઠો મૂકો અને બંને બાજુ તેલ અથવા માખણ લગાવીને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. ગરમાગરમ પાવભાજી પરાઠાને દહીં, અથાણું અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code