1. Home
  2. ગુજરાતી
  3. ઈન્ટરનેટ-પેટીએમ એપ ખોલ્યા વગર પણ કરી શકાય છે પેમેન્ટ,જાણો કઈ છે રીત
ઈન્ટરનેટ-પેટીએમ એપ ખોલ્યા વગર પણ કરી શકાય છે પેમેન્ટ,જાણો કઈ છે રીત

ઈન્ટરનેટ-પેટીએમ એપ ખોલ્યા વગર પણ કરી શકાય છે પેમેન્ટ,જાણો કઈ છે રીત

0
Social Share
  • પેટીએમએ યુઝર્સને આપી નવી સુવિધા
  • પેટીએમ એપ ખોલ્યા વગર કરી શકાશે પેમેન્ટ
  • Tap to Pay નામની એક નવી સુવિધા કરી રજૂ

ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ એ ભારતને ડિજિટલી સક્રિય બનાવવા અને અર્થતંત્રમાં પરિવર્તન લાવવા માટે ભારતની એક વિશેષ પહેલ છે. ડિજિટલ ઈન્ડિયા “ફેસલેસ, પેપરલેસ અને કેશલેસ” બનવાનો ઈરાદો ધરાવે છે. ડિજિટલ પેમેન્ટ સેવાઓ કોન્ટેક્ટલેસ, કેશલેસ અને પેપરલેસ પેમેન્ટ મેથડ છે.ટેક્નોલોજીએ સ્માર્ટફોન એપ્લિકેશન અને AI/મશીન લર્નિંગ જેવી સેવાઓ દ્વારા આ સરળ નાણાકીય વ્યવહારોને અપનાવવાનું વિશ્વ માટે શક્ય બનાવ્યું છે.આપણે Paytm અને Google Pay સહિતની ડિજિટલ પેમેન્ટ ઍપની મદદથી ઝડપી ચુકવણી કરી શકીએ છીએ, જે ડિજિટલ પેમેન્ટ માટે ખૂબ જ લોકપ્રિય છે.

પેટીએમ એપ ખોલ્યા વિના પણ સરળતાથી પેમેન્ટ કરી શકાય છે. પેટીએમએ યુઝર્સ માટે તેના એપ્લિકેશન અનુભવને વધુ બહેતર બનાવવા માટે, Tap to Pay નામની એક નવી સુવિધા રજૂ કરી છે, જે તમને Paytm એપ્લિકેશન ખોલ્યા વિના અને ઇન્ટરનેટનો ઉપયોગ કર્યા વિના ચૂકવણી કરવામાં મદદ કરશે.

Paytm એપ ઓપન કર્યા વગર પેમેન્ટ કરવા માટે સૌથી પહેલા Paytm એપ અપડેટ હોવું જોઈએ.તમારી પાસે સક્રિય ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ લિંક હોવી આવશ્યક છે. હવે આગળની પ્રક્રિયા જાણો..

પેટીએમ એપ ખોલ્યા વગર પેમેન્ટ કઈ રીતે કરાય

સ્ટેપ 1: સૌ પ્રથમ તમારા ફોન પર Paytm એપ્લિકેશન ખોલો.
સ્ટેપ 2: સ્ક્રીનની નીચે સ્ક્રોલ કરો અને My Paytm સેક્શનમાં Tap to Pay વિકલ્પ પર જાઓ.
સ્ટેપ 3: હવે સૌથી નીચે એડ ન્યુ કાર્ડ બટન પર ટેપ કરો અને કાર્ડ ડીટેલ એન્ટર કરો.
સ્ટેપ 4: અહીં, તમે અગાઉ સાચવેલ કાર્ડ પણ પસંદ કરી શકો છો.
સ્ટેપ 5: હવે ટર્મ એન્ડ કંડીશન સ્વીકારો અને વેરીફાય કરવા માટે આગળ વધો અને ક્લિક કરો.
સ્ટેપ 6: ટેપ ટૂ પે નો ઉપયોગ કરવા માટે, તમારા સ્માર્ટફોનને અનલૉક કરો અને NFC સક્રિય કરો.
સ્ટેપ 7: હવે, તમારા સ્માર્ટફોનને NFC- એક્ટિવેટેડ POS મશીનની નજીક લાવો અને જ્યાં સુધી ચુકવણી થઈ ન જાય ત્યાં સુધી તેને સ્ટેબલ રાખો.
સ્ટેપ 8: રૂ. 5000 થી વધુના વ્યવહારો માટે, તમારે POS મશીન પર કાર્ડનો પિન એન્ટર કરવાની જરૂર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code