Site icon Revoi.in

વઢવાણના મોતી ચોકમાં છેલ્લા 10 મહિનાથી પાઈપો ન હટાવાતા લોકોને મુશ્કેલી

Social Share

વઢવાણ, 22 જુન, 2026 : People are facing problems as pipes have not been removed સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વઢવાણના મોતી ચોક વિસ્તારમાં ડ્રેનેજના કામ માટે સિમેન્ટની મોટી પાઈપો છેલ્લા 10 મહિનાથી બિન વારસી હાલતમાં છોડી દેવામાં આવી છે.  સ્થાનિક રહીશોના ઘરના દરવાજાની સામે આ પાઇપોનો ખડકલો કરી દેવાતા 10 મહિનાથી લોકોને પરેશાની ભોગવી રહ્યા છે. ​રસ્તાની બંને બાજુએ અને મકાનોના ઓટલા તેમજ દરવાજા અડીને સિમેન્ટની મોટી પાઇપો બિનવારસી હાલતમાં પડી છે. આ પાઇપોના કારણે સ્થાનિક રહીશોને પોતાના ઘરમાં અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ​આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને ચાલવાની જગ્યા ન મળતા રસ્તાની વચ્ચે ચાલવું પડે છે. ત્યારે પાઈપો રોડ પરથી હટાવવાની સ્થાનિક રહિશોએ માગ કરી છે.

વઢવાણના મોતી ચોકમાં છેલ્લા 10 મહિનાથી બિન વારસી હાલતમાં પડેલી સિમેન્ટની પાઈપોને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે, જેથી અહીંથી મોટા વાહનો કે કચરાના ટ્રેક્ટર પસાર થાય ત્યારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને નાના બાળકો તેમજ વૃદ્ધો માટે અકસ્માતનો સતત ભય તોળાઈ રહ્યો છે. ​સ્થાનિક રહીશો દ્વારા આક્રોશ સાથે જણાવાયુ છે કે, આટલા મહિનાઓ વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા આ પાઇપો હટાવવાની કોઈ તસદી લેવામાં આવી નથી.

સ્થાનિક રહીશો દ્વારા તંત્રને રજુઆત કરી છે. કે, સંબંધિત સરકારી તંત્ર અને મહાપાલિકા આ બાબતને ગંભીરતાથી લઈને આ પાઇપો અહીંથી દૂર કરાવી રસ્તો ખુલ્લો કરે, જેથી લોકોને પડતી હાલાકીનો અંત આવે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો રહીશો દ્વારા રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

Exit mobile version