Site icon Revoi.in

અમેરિકા-યુરોપમાં હવે લોકો સોશિયલ મીડિયાથી થઈ રહ્યાં છે દૂર, ભારતમાં વપરાશકારોમાં સતત વધારો

Social Share

પશ્ચિમી દેશોમાં હવે ધીમે-ધીમે લોકોની સોશિયલ મીડિયા ઉપરથી રુચી ઓછી થઈ રહી છે. બીજી તરફ ભારતમાં તેનુ આકર્ષણ હાલ ચરમ ઉપર છે. એક રિપોર્ટ અનુસાર, ભારતની યુવા પેઢી અને મોબાઈલ ફર્સ્ટ જીવનશૈલીએ દેશને સોશિયલ મીડિયાની લતનો સૌથી મોટો ઉપભોકતા બનાવી દીધો છે. જ્યારે અમેરિકા અને યુરોપમાં સોશિયલ મીડિયાનો વપરાશ ઘટ્યો છે.

રિપોર્ટ અનુસાર 2020ની કોરોના મહામારી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ ચરમ ઉપર હવે, જે બાદ અમેરિકા અને યુરોપમાં તેમાં 10 ટકાનો ઘટાડો થયો છે. તેનાથી ઉલટુ ભારતમાં આ ગ્રાફ સતત ઉપરની તરફ આગળ વધી રહ્યો છે. ભારતમાં સરેરાશ ઉંમર માત્ર 28.8 વર્ષ છે. જેનાથી દેશ દુનિયાનો સૌથી યુવા રાષ્ટ્ર બને છે. આ યુવા વર્ગ જિડીટલ ઉપભોગને નવી ઉંચાઈ ઉપર પહોંચાડી રહ્યો છે. સરેરાશ દરેક ભારતીય દરરોજ 2.28 કલાક સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે જે વૈશ્વિક સરેરાશ 1.09 કલાક અને અમેરિકાની સરેરાશ 1.46 કલાક કરતા વધારે છે. પ્લેટફોર્મની પ્રાથમિકતા પુરી રીતે મોબાઈલ કેન્દ્રીય અને વીડિયો પ્રધાન બની ચુકી છે. વોટ્સએપ, યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ ટોપ ઉપર છે. રિલ્સ અને શોર્ટસ જેવા નાના વીડિયો ફોર્મેટ યુવાનોને આકર્ષિ રહ્યાં છે.

માર્કેટ રિસર્ચ સંસ્થાના જણાવ્યા અનુસાર ભારતમાં લગભગ 70 ટકા ડિજીટલ વપરાશકારો શોર્ટ ફોર્મ વીડિયો જોવાનું પસંદ કરે છે જ્યારે પશ્ચિમ આ આંકડો 40 ટકાથી પણ નીચે છે. અમેરિકા અને યુરોપના યુવાનોમાં હવે સોશિયલ મીડિયાને લઈને હવે થાક અને પછતાવો દેખાય છે. અહીં યુવાનો સોશિયલ મીડિયાને શર્મનાક માને છે. કેટલાક યુવાનો હવે ડીજીટલ કિટોક્સ તરફ જઈ રહ્યાં છે, પુસ્તકો વાંચકા, ઓફલાઈન શોક પાળવા અને શારીરિક શ્રમમાં સમય પસાર કરવાને પ્રાથમિકતા આપી રહ્યાં છે.

જૂન 2025માં ભારતમાં 95 કરોડથી વધારે ઈન્ટરનેટ વપરાશકાર હતા જેમાં 60 ટકાથી વધારે લોકો સોશિયલ મીડિયામાં સક્રિય હતા. 16થી 34 વર્ષની ઉંમરના યુવાનો ભારતની સોશિયલ મીડિયા જનસંખ્યાના લગભગ 70 ટકા ભાગ છે.

Exit mobile version