
આ મંદિરમાં ઘડિયાળને અર્પણ કરે છે લોકો,જાણો શું છે તેની પાછળનું કારણ
- મંદિરમાં લોકો કરે છે ઘડિયાળ અર્પણ
- સ્થાનિક લોકોની છે મંદિર પ્રત્યે શ્રદ્ધા
- જાણો શું છે તે પાછળનું કારણ
ભોપાલ:આપણા દેશમાં મંદિરોમાં અનેક પ્રકારની શ્રદ્ધા અને આસ્થા જોવા મળતી હોય છે. કેટલી જગ્યાઓ પર લોકો પ્રસાદ ધરાવે છે તો કેટલાક સ્થળો પર લોકો પ્રાણીની બલી ચડાવે છે. તો કેટલાક સ્થળો પર અવનવા પ્રકારની આસ્થા પણ જોવા મળતી હોય છે. જાણકારી અનુસાર મધ્યપ્રદેશના મંદસૌર શહેરમાં ચિરમોલિયામાં રોડની બાજુમાં વટવૃક્ષની નીચે એક મંદિર છે જ્યાં લોકો આ પ્રકારે પોતાની ઘડિયાળને અર્પણ કરે છે.
કહેવાય છે કે આ એક એવું મંદિર છે જ્યાં સમય ખરાબ હોય તો માનતા માનવાથી ઠીક થઈ જાય છે. ખાસ વાત એ છે કે મંદિરમાં ન તો ભગવાનની મૂર્તિ છે અને ન તો કોઈ પૂજારી, તેમ છતાં અહીં હજારો લોકોમાં શ્રદ્ધા છે.
અહીં આવનારા ગ્રામજનો અને ભક્તો તેને સગસ બાવજીનું મંદિર કહે છે. સગસ બાવજીને શાસ્ત્રોમાં યક્ષ કહ્યા છે. એવું કહેવાય છે કે,અહીં યક્ષો શારીરિક સ્વરૂપમાં દેખાય છે. બાવજીએ અનેક લોકોને પ્રત્યક્ષ દર્શન આપ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. રસ્તામાં ભટકી ગયેલા લોકોને લઈ જઈને પણ રસ્તો બતાવીને ઘર સુધી છોડી દે છે. ઘણા લોકોએ અહીં ચમત્કારો થતા જોયા છે.
હજારો લોકોએ અહીં માનતા માને છે અને તેમની માનતાઓ પૂર્ણ થાય ત્યારે ઘડિયાળ ચડાવે છે. આ આખો વિસ્તાર ઘડિયાળોથી ભરેલો છે. દર વર્ષે હજારો ઘડિયાળો નદીમાં ફેંકવામાં આવે છે. જો કે, આ મંદિર સેંકડો વર્ષ જૂનું છે.