ખાસી- શરદીમાં પીપળાના પાનનો રસ છે રામબાણ ઈલાજ,જાણો તેના અનેક ફાયદાઓ
- શરદી ખાસીમાં પીપળાના પાનનો રસ ઉપયોગી
- આ સહીત અનેક બીમારીમાં આ રસનું સેવન ગુણકારી
પીપળાના પાન આમતો ઘાર્મિક રીતે ઘણી મહત્વતા ઘરાવે છે,જો કે કદાચ તમને નહી ખબર હોય કે પીપળાના પાનથી અનેક શારીરિક સમસ્યાઓ પણ મટે છે.કારણ તે તેમાં ઔષધીય ગુણો રહેલા છે જે આપણને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ અપાવે છે. પીપળના પાનમાંથી બનેલા રસના ફાયદા શું છે. નિષ્ણાતોના મતે તેનો જ્યુસ પીવાથી 5 પ્રકારના ફાયદા થાય છે.
શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં જો તમે પીપળના પાનનો રસ પીશો તો તમને શરદીમાં રાહત મળશે,પીપળાના પાનના રસનું સેવન કરવાથી તમને કફ અને શ્લેષ્મ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળશે. આ સિવાય તે ફેફસાંને પણ સ્વસ્થ રાખે છે.
જ્યારે ડાયેરીયાની સમસ્યા હોય ત્યારે પીપળાના પાનનો રસ પીવો જોઈએ. આનું સેવન કરવાથી તમને વારંવાર ટોયલેટ જવાથી છુટકારો મળશે. આ સિવાય પેટનું ફૂલવું, ગેસથી પણ છુટકારો મળે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે પીપળના પાનનો રસ પીવાથી મોંમાં રહેલા ખરાબ બેક્ટેરિયા મરી જાય છે. તેનો રસ દાંતનો સડો ઓછો કરે છે. આ સિવાય તે પેઢામાંથી નીકળતું લોહી પણ બંધ કરે છે.
પીપળાના પાનનો રસ અસ્થમાના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે તે ફેફસાંને ડિટોક્સ કરવાનું કામ કરે છે.પીપળાના પાનનો રસ આ સિવાય બળતરા દૂર કરવાનું પણ કામ કરે છે. આવી સ્થિતિમાં અસ્થમાથી પીડિત લોકોએ પીપળના પાનનો રસ જરૂર પીવો.