1. Home
  2. ગુજરાતી
  3. 1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમ રમવી થશે મોંઘી,નાણા મંત્રાલયે બહાર પાડ્યું જાહેરનામું
1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમ રમવી થશે મોંઘી,નાણા મંત્રાલયે બહાર પાડ્યું જાહેરનામું

1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમ રમવી થશે મોંઘી,નાણા મંત્રાલયે બહાર પાડ્યું જાહેરનામું

0
Social Share

દિલ્હી: ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર જીએસટીના નવા દરો પહેલી ઓક્ટોબરથી લાગુ થશે. આ પછી લોકોએ પહેલા કરતા વધુ ટેક્સ ચૂકવવો પડશે. નાણા મંત્રાલય દ્વારા તેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.

ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પરના જીએસટી દર અંગે રાજ્ય સરકારો અને તમામ પક્ષો સાથેની વાટાઘાટો બાદ સરકારે 28 ટકા જીએસટી લાદવાનો નિર્ણય લીધો હતો. આ માટે સેન્ટ્રલ જીએસટી એક્ટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ પછી સપ્લાયને લોટરીની જેમ એક્શનેબલ ક્લેમ તરીકે ગણવામાં આવશે.

આ સિવાય IGST એક્ટમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. આ માટે કોઈપણ બહારની કંપનીએ ભારતમાં ઓનલાઈન ગેમિંગ વગેરેનો વ્યવસાય કરવા માટે નોંધણી કરાવવી જરૂરી રહેશે.

જુલાઈ અને ઓગસ્ટમાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સંયુક્ત રીતે ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા GST લાદવાનો નિર્ણય લીધો હતો. આ અંગે કરવામાં આવેલા સુધારાને પણ ગયા મહિને જ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે. આ પછી જ નાણા મંત્રાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા GST લાદવામાં આવશે.

ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પરના GST દરોની સમીક્ષા છ મહિના પછી એટલે કે એપ્રિલ 2024માં થશે. આ સમીક્ષા બેઠકમાં જીએસટી કાયદાના નવા દરોની અસર જોવા મળશે. ગેમિંગ કંપનીઓનું કહેવું છે કે, નવા GST દરો તેમના વ્યવસાય પર નકારાત્મક અસર કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code