PM-CM તથા મંત્રીઓ ગંભીર ગુનામાં 30 દિવસ જેલમાં રહે તો પદ ઉપરથી દૂર થશે, સંસદીય સમિતિ રિપોર્ટ આપશે
નવી દિલ્હી, 28 માર્ચ 2026: વડાપ્રધાન, મુખ્યમંત્રી કે કોઈ પણ મંત્રી ગંભીર આપોરોને લઈને 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે તો આવી સ્થિતિઓમાં તેમને પદ ઉપરથી દૂર કરવાના જોગવાઈ સાથેના 3 વિધેયકોને લઈને અપડેટ સામે આવ્યું છે. આમાં સંસદીય સમિતિના રિપોર્ટ આપવા માટે આગામી ચોમાસા સત્રના અંતિમ સપ્તાહ સુધીનો સમય આપવામાં આવ્યો છે. સમિતિના અધ્યક્ષ અપરાજિતા સારંગીએ લોકસભામાં સંવિધાન (130મા સંશોદન) વિધેયક 2025, સંધ રાજ્ય ક્ષેત્ર શાસન (સંશોધન) વિધેયક 2025 અને જમ્મુ-કાશ્મીર પુનઃગઠન (સંશોધન) વિધેયક 2025ના સંબંધમાં કાર્યકાળ વિસ્તારનો આ પ્રસ્તાવ રાખ્યો, જેને સદનમાં ધ્વનિમિતથી મંજુર કરવામાં આવ્યો હતો.
આ પહેલા 31 સભ્યોની સંયુક્ત સમિતિના 3 વિધેયક પર વિચાર કરવા માટે બજેટ સત્રના અંતિમ સપ્તાહના પ્રથમ દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહએ ગત ચોમાસુ સત્રના અંતિમમાં વિપક્ષના વિરોધ અને હંગામા વચ્ચે સંસદમાં સંવિધાન (130મુ સંશોધન) વિધેયક 2025, સંઘ રાજ્ય ક્ષેત્ર શાસન (સંશોધન) વિધેયક 2025 અને જમ્મુ-કાશ્મીર પુનઃગઠન (સંશોધન) વિધેયક 2025 રજૂ કર્યું હતું. બાદમાં તેમના પ્રસ્તાવ પર સસંસદમાં ત્રણેય વિધેયકો સંસદની સંયુક્ત સમિતિને મોકલવાનો નિર્ણય લેવાયો હતો.
જ્યારથી આ બિલ રજૂ કરવામાં આવ્યા છે, ત્યારથી કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષી દળોએ તેને ‘અલોકતાંત્રિક’ ગણાવ્યા છે. વિપક્ષનું માનવું છે કે સરકાર ED અને CBI જેવી કેન્દ્રીય એજન્સીઓ દ્વારા વિપક્ષી નેતાઓને જાણીજોઈને 30 દિવસ જેલમાં રાખીને તેમની સત્તા છીનવી લેવા માટે આ કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કરશે. વિપક્ષના મતે આ વિધેયક ભારતના સંઘીય માળખા અને રાજ્યોની સ્વાયત્તતા વિરુદ્ધ છે.
આ 31 સભ્યોની સંયુક્ત સમિતિમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થાય છે. અગાઉ આ સમિતિને બજેટ સત્ર સુધીનો સમય અપાયો હતો, પરંતુ હવે વધુ ચર્ચા અને વિશ્લેષણ માટે ચોમાસુ સત્ર સુધીની મર્યાદા વધારવામાં આવી છે.
(PHOTO-FILE)


