- પીએમ મોદીએ મતદાન કરવાની કરી અપીલ
- આજે નાગાલેન્ડ અને મેધાલયમાં મતદાન થી રહ્યું છે
- ગૃહમંત્રી શાહે ભર્ષ્ટાચાર મૂક્ત સરકારની પસંદગી કરવા અપીલ કરી
દિલ્હીઃ- આજે નાગાલેન્ડ અને મેધાલયમાં વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ બન્ને રાજ્યના લોકોને મતદાન કરવાની અપીલ કરી છે સાથે જ ગૃહમંત્રી શાહે પણ લોકોને ભર્ષ્ટાચાર મૂક્ત સરકારની પસંદગી કરવાની અપીલ કરી છે.
પીએમે ટ્વીટ કરીને લખ્યું કે, હું મેઘાલય અને નાગાલેન્ડના લોકોને ખાસ કરીને યુવા અને પહેલીવાર મતદારોને આજે રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરું છું.
Urging the people of Meghalaya and Nagaland, particularly the young and first time voters, to vote in record numbers today.
— Narendra Modi (@narendramodi) February 27, 2023
તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને રાજ્યના લોકોને મતદાનમાં ભાગ લેવાની અપીલ કરી છે.
As Meghalaya goes to vote today, I would appeal to the voters to elect a corruption-free government in the state.
Clean governance will ensure that government schemes reach the poorest of the poor and bring about prosperity in their lives. Come out and vote in large numbers.
— Amit Shah (@AmitShah) February 27, 2023
તેમણે ટ્વીટ કરીને લખ્યું, નાગાલેન્ડમાં આજે મતદાન ચાલી રહ્યું છે. હું નાગાલેન્ડની બહેનો અને ભાઈઓને વિનંતી કરું છું કે તે સુનિશ્ચિત કરે કે જે શાંતિ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તેમાં કોઈ અડચણ ન આવે. માત્ર શાંતિ જ નાગાલેન્ડને તેની પ્રગતિ અને વિકાસના મુકામ સુધી લઈ જઈ શકે છે.