
- પીએમ મોદી અમેરિકાની 5 દિવસીય મુલાકાતે
- આજરોજ પીએમ મોદી ન્યૂયોર્ક પહોંચ્યા
- અહીં તેઓ યુએનજીએના 76મા સત્રનું કરશે સંબોધન
દિલ્હીઃ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 દિવસીય અમેરિકાની મુલાકાતે છે,ત્યારે અમેરિકાના વ્હાઈટ હાઉસમાં શુક્રવારે યોજાયેલી ક્વાડ દેશોની બેઠકમાં હાજરી આપ્યા બાદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ન્યૂયોર્ક પહોંચી ચૂક્યા છે. અહીં આજે 25 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કરવાના છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અમેરિકા પહોંચ્યા ત્યારે તેમનું અનેક લોકો દ્વારા ઉત્સાહભએર સ્વાગત કરવામાં આવ્યું હતું
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું યોજાનારુ આજનું 76 મું સત્ર ભારત માટે ખૂબ જ ખાસ છે. કારણ કે ભારત યુએન સિક્યુરિટી કાઉન્સિલના અધ્યક્ષ સ્થાને છે અને જેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં ભઆગ લેનાર છે. આવી સ્થિતિમાં ભારત વિશ્વના તમામ દેશો સામે પોતાની વાત મક્કમતાથી મૂકી શકે છે.
ટીએસ તિરુમૂર્તિએ તાજેતરમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે યુએનજીએમાં આબોહવા પરિવર્તન, ટકાઉ વિકાસ, રસીની ઉપલબ્ધતા, આર્થિક મંદી, મહિલા સશક્તિકરણ, સરકારમાં મહિલાઓની ભાગીદારી, આતંકવાદ જેવા મુદ્દાઓ પર ખાસ રીતે ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વર્તમાન સત્રમાં ભારત આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને ઉઠાવશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારત વર્તમાન 76 માં સત્રમાં આતંકવાદ, આબોહવા પરિવર્તન, કોરોના રસીની ઉપલબ્ધતા જેવા મુદ્દાઓ ઉઠાવશે.આ સાથે જ કોવિડ -19 મહામારીએ યુએનજીએમાં વિશ્વ નેતાઓના મહત્વપૂર્ણ સભાને અસર કરી છે. યુ.એસ. માં મહામારીની પરિસ્થિતિમાં થોડો સુધારો અને રસીકરણના પગલાં લીધા બાદ સંયુક્ત રાષ્ટ્રએ 76 મી UNGA ને હાઇબ્રિડ ફોર્મેટમાં યોજવાની મંજૂરી આપી છે.