1. Home
  2. ગુજરાતી
  3. PM મોદીએ વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું -પોતાના સંબોધનમાં વિપક્ષની બેઠક પર સાધ્યું નિશાન
PM મોદીએ વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું -પોતાના સંબોધનમાં વિપક્ષની બેઠક પર સાધ્યું નિશાન

PM મોદીએ વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું -પોતાના સંબોધનમાં વિપક્ષની બેઠક પર સાધ્યું નિશાન

0
Social Share

દિલ્હીઃ- આજે બેંગલુરુમાં વિપક્ષો એકજૂટ થઈને બેઠક યોજી રહ્યા છે ત્યારે પીએમ મોદીએ આ બેઠક પર વાર કર્યો હતો અને કહ્યું હતું કે  આ વિપક્ષી એકતા પર આકરા પ્રહારો કર્યા હતા અને આ બેઠકને ‘હાર્ડકોર ભ્રષ્ટાચાર સંમેલન’ ગણાવી હતી.

પીએમ મોદીએ આજરોજપોર્ટ બ્લેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. અહીં વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, ’26 રાજકીય પક્ષો 2024 માટે એક થઈ રહ્યા છે. કેટલાક લોકો ભારતની દુર્દશાની દુકાન ખોલીને બેસી ગયા. આ લોકો અપ્રમાણિકતાની કોન્ફરન્સ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં નવું ટર્મિનલ 710 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે, અહીં દર વર્ષે 50 લાખ મુસાફરો આવવાની સંભાવના છે.

પીએમ મોદી એ વિપક્ષની બેઠકો પર સીધો પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે જે લોકો જાતિવાદનું ઝેર ફેલાવે છે અને ભ્રષ્ટાચાર કરે છે તેઓ બેંગલુરુમાં દુકાનો ખોલીને બેસી ગયા છે.પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, પીડીપી વડા મહેબૂબા મુફ્તી, આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, એનસીપી વડા શરદ યાદવ સંયુક્ત વિપક્ષની બેઠક માટે આવી પહોચ્યા છે.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં પૂર કૌભાંડ, દારૂ કૌભાંડ વિશે વાત કરી અને વિપક્ષ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે બંગાળમાં ચૂંટણીમાં કોંગ્રેસ, ડાબેરી કાર્યકરોની હત્યા થઈ રહી છે અને અહીં બધાએ ટીએમસી સાથે હાથ મિલાવ્યા છે. જ્યારે કોઈ એજન્સી પગલાં લે છે, ત્યારે બધા એક થઈને ફસાવવાની વાત કરે છે. તમિલનાડુ હોય કે કર્ણાટક, દરેક જગ્યાએ ભ્રષ્ટાચારીઓ એક થઈ રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે તે વિપક્ષી પાર્ટીઓ પર ફિટ બેસે છે જે 24 પર 26 છે. વિપક્ષ પર પ્રહાર કરતા પીએમએ કહ્યું કે આજે દેશની જનતાએ 2024ની ચૂંટણીમાં અમારી સરકારને પરત લાવવાનું મન બનાવી લીધું છે, આવી સ્થિતિમાં ભારતની દુર્દશા માટે જવાબદાર કેટલાક લોકોએ પોતાની દુકાનો ખોલી છે. તેમને જોઈને મને એક કવિતા યાદ આવે છે, ગાઈત કુછ હૈ હાલ કુછ હૈ, લેબલ કુછ હૈ માલ કુછ હૈ.
એટલું જ નહી આ સાથે જ બીજેપી ચીફ જેપી નડ્ડાએ પણ વિપક્ષની બેઠક પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, વિપક્ષી ગઠબંધન ભાનુમતીનો પરિવાર છે. તેમની પાસે ન તો કોઈ નેતા છે કે ન તો કોઈ નીતિ, તેઓ ભ્રષ્ટાચાર અને કૌભાંડોનું ટોળું છે.ઉલ્લેખનીય છે કે બેગલુરુમા વિપક્ષની બેઠકનો આજે બીજો દિવસ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code