PM મોદી દ્રારા G20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આમંત્રણ
દિલ્હીઃ દેશના પીએમ મોદી કે જેઓ સતત યુવાઓ સાથે પણ સંપર્કમાં રહીને તેમના કાર્યને બિરદાવતા હોય છે તો તેમના માટે કેટલાક સફળ પ્રયાસો તેમની કાર્દિકિર્દીને લઈને કરતા રહેતા હોય છએ ત્યારે હવે યુવાનોને આ મહિનાની 26મીએ G20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલેમાં ભાગ લેવા પીએમ મોદીએ આમંત્રણ આપ્યું છે.
પીએમ મોદીએ 26 સપ્ટેમ્બરે ભારત મંડપમ ખાતે આયોજિત G-20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલેમાં આગળ અભ્યાસ કરવા માટે રસ ધરાવતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકોને આમંત્રિત કર્યા છે.
આમંત્રણ પાઠવતા પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં G-20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામ ભારતના યુવાનોને એક સાથે લાવ્યા કારણ કે આખું વર્ષ ચાલતી આ પહેલ સંતોષજનક હતી.
https://twitter.com/narendramodi/status/1705957558890967503?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1705957558890967503%7Ctwgr%5Ed13a0feb256f7d0365985e7c988d12b55363e752%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.pib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D1960217
પીએમ મોદી એ “G20 યુનિવર્સિટી કનેક્ટ – અમારી યુવા શક્તિને પ્રોત્સાહિત કરતા” શીર્ષકવાળી લિંક્ડિન પોસ્ટ પણ શેર કરી.પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કર્યું છે કે “મારા યુવા મિત્રો,હું આ મહિનાની 26મીએ G20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલેમાં ભાગ લેવા માટે આતુર છું. વીતેલા વર્ષોમાં, G20 યુનિવર્સિટી કનેક્ટ ભારતના G-20 પ્રેસિડેન્સીના અગ્રતા ક્ષેત્રોને પ્રકાશિત કરવા માટે એક મહાન મંચ તરીકે ઉભરી આવ્યું છે હું વિવિધ મુદ્દાઓ પર વિચારોના ગતિશીલ વિનિમયની રાહ જોઉં છું.
આ સહીત પીએમ મોદીએ કહ્યું કે હું જી-20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામ દરમિયાન યુવા શક્તિના અનુભવો સાંભળવા આતુર છું. હું ખાસ કરીને તમામ યુવાનોને આ અનોખા પ્રયાસમાં જોડાવા વિનંતી કરું છું.
tags:
pm modi