નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમાનતા અને માનવીય ગૌરવ માટે ડૉ. આંબેડકરની અથાક લડત પેઢીઓને સતત પ્રેરણા આપતી રહેશે.
એક X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મહાપરિનિર્વાણ દિવસ પર, આપણે આપણા બંધારણના ઘડવૈયા અને સામાજિક ન્યાયના પ્રતીક એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરને નમન કરીએ છીએ. સમાનતા અને માનવીય ગૌરવ માટે ડૉ. આંબેડકરની અથાક લડત પેઢીઓને પ્રેરણા આપતી રહે છે. આજે, જેમ જેમ આપણે તેમના યોગદાનને યાદ કરીએ છીએ, તેમ અમે તેમના વિઝનને પરિપૂર્ણ કરવા માટે અમારી પ્રતિબદ્ધતાને પણ પુનરોચ્ચાર કરીએ છીએ. આ વર્ષની શરૂઆતમાં મુંબઈમાં ચૈત્ય ભૂમિની મારી મુલાકાતની એક તસવીર પણ શેર કરું છું. જય ભીમ!”