
પીએમ મોદી એ મિશન અમૃત સરોવરના કર્યા વખાણ, 2023 સુધીમાં 50,000 અમૃત સરોવર બનાવવાનું લક્ષ્ય
- અમૃત સરોવર યોજનાના પીએમ મોદીએ કર્યા વખઆણ
- ટ્વિટ કરીને આ કાર્યને બિરદાવ્યું
દિલ્હી – પીએમ મોદીએ દેશના વિકાસ માટે અનેરક યોજનાઓ અમલી બનાવી છએ જેના ભાગ રુપે સતત વિકાસના કાર્યો હાથ ધરવામાં આવની રહ્યા છે જેમાંની એક યોજના અમૃત સરોવર યોજના પણ છે.ત્યારે હવે મિશન અમૃત સરોવરની પીએમ મોદીએ પ્રશંસા કરી છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મિશન અમૃત સરોવર હેઠળ છેલ્લા 11 મહિનામાં લગભગ 40,000 જળાશયો વિકસાવવાની સિદ્ધિની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આ દિશામાં જે ગતિએ કામ થઈ રહ્યું છે તે ‘અમૃત કાલ’ છે. અમારા સંકલ્પોમાં નવી ઉર્જાનો સંચાર કરે છે.
આ પહેલા એક ટ્વીટમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે માહિતી આપી હતી કે મિશન અમૃત સરોવર તેના લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યું છે.તેમણે કહ્યું, “40 હજારથી વધુ અમૃત સરોવર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે. 15 ઓગસ્ટ, 2023 સુધીમાં 50,000 અમૃત સરોવર બનાવવાનું લક્ષ્ય
કેન્દ્રીય મંત્રીના ટ્વીટનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું;ખૂબ અભિનંદન! દેશભરમાં જે ઝડપે અમૃત સરોવરોનું નિર્માણ થઈ રહ્યું છે તે અમૃત કાળ માટેના આપણા સંકલ્પોમાં નવી ઊર્જાનો સંચાર કરશે.”
बहुत-बहुत बधाई! जिस तेजी से देशभर में अमृत सरोवरों का निर्माण हो रहा है, वो अमृतकाल के हमारे संकल्पों में नई ऊर्जा भरने वाली है। https://t.co/fdox1ia77m
— Narendra Modi (@narendramodi) April 5, 2023
આ યોજનાને ભારતની આઝાદીના 75 વર્ષથી લઈને 100 વર્ષ સુધીના 25 વર્ષના સમયગાળાને અમૃત કાલ નામ આપ્યું છે.વડા પ્રધાન મોદી દ્વારા ગયા વર્ષે 24 એપ્રિલે શરૂ કરાયેલ, આ મિશનનો ઉદ્દેશ્ય ‘સ્વતંત્રતાના અમૃત મહોત્સવ’ના ભાગરૂપે દેશના દરેક જિલ્લામાં 75 જળાશયોને વિકસિત અને કાયાકલ્પ કરવાનો છે.
આ યોજના હેઠળ વિકસાવવામાં આવનાર અમૃત સરોવરોની કુલ સંખ્યા લગભગ 50,000 છે, જેને આ વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં વિકસાવવામાં આવનાર હતી.ગુજરાતના પ્રવાસનને પ્રોત્સાહન આપતા એક વીડિયો પરના ટ્વિટના જવાબમાં મોદીએ કહ્યું, “કચ્છ પરનો એક સુંદર વીડિયો. 2001માં જ્યારે કચ્છમાં તીવ્ર ભૂકંપ આવ્યો ત્યારે લોકોએ કચ્છ માટે શોક સંદેશો લખ્યા હતા પરંતુ આ જિલ્લાના લોકોમાં કંઈક ખાસ છે. તે ફરી સધ્ધર બન્યો છે.