
ટ્રેનના ડબ્બામાં બનશે રેસ્ટોરન્ટ,જાણો સંપૂર્ણ માહિતી
રાજકોટ : વાત સાંભળીને થોડી નવાઈ લાગશે પણ હવે રાજકોટના એસ્ટ્રોન ચોક નજીક ટ્રેનના ફાજલ પડેલા ડબ્બામાં ફાઈવ સ્ટાર જેવી હોટલ ઉભી કરવામાં આવશે.અત્યાર સુધી આપણે જંગલની થીમ પર, જેલની થીમ પર એમ અલગ અલગ થીમ પર આપણે હોટલો જોઈ છે અને મુલાકાત પણ લીધી છે. ત્યારે હવે રાજકોટના લોકો ટ્રેનમાં બેસીને પોતાના ભોજનનો આનંદ માણી શકે તે માટે ટ્રેનના ફાજલ પડેલા ડબ્બામાં એકસરસ મજાની હોટલ ઉભી કરવામાં આવશે.
જો કે આપણા ગુજરાતી લોકોને મોજીલા અને ખાવા પીવાના શોખીન માનવામાં આવે છે કારણ કે ખાવા માટે જે રીતે ગુજરાતીઓ રૂપિયા ખર્ચે તેવા કદાચ કોઈ ભાગ્ય જ ખરચતુ હશે. એમાં પણ રાજકોટના લોકોની તો વાત જ ના થાય. અહિંયા આ હોટલમાં તમામ પ્રકારની સુવિધા હશે. જેનો લોકો આનંદ માણી શકશે.
રેલવે તંત્રની પાસે અનેક ફાજલ કોચ પડ્યા છે. જેનો સારી રીતે ઉપયોગ થઈ શકે અને રેલવેની આવક વધારવા ગુજરાતમાં સૌપ્રથમ વાર રેલવેનાં ડબ્બામાં અદભૂત રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે. જેમાં એરકન્ડિશન્ડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ માટે ટેન્ડર સહિતની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની હોટલ્સ પહેલા પણ બનેલી છે અને તે હોટલો પ્રવાસીઓ તથા અન્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યુ છે. પણ હવે રાજકોટમાં બનવા જઈ રહેલી આ જગ્યા લોકોને કેટલી પસંદ આવે છે તે જોવું રહ્યું.