1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી આજે 10:30 વાગ્યે ડિજિટલ માધ્યમથી શિક્ષક પર્વ સમ્મેલનને સંબોધિત કરશે-17 સપ્ટેમ્બર સુધી શિક્ષા પર્વ 2021 ઉજવાશે
પીએમ મોદી આજે 10:30 વાગ્યે ડિજિટલ માધ્યમથી શિક્ષક પર્વ સમ્મેલનને સંબોધિત કરશે-17 સપ્ટેમ્બર સુધી શિક્ષા પર્વ 2021 ઉજવાશે

પીએમ મોદી આજે 10:30 વાગ્યે ડિજિટલ માધ્યમથી શિક્ષક પર્વ સમ્મેલનને સંબોધિત કરશે-17 સપ્ટેમ્બર સુધી શિક્ષા પર્વ 2021 ઉજવાશે

0
Social Share
  • પીએમ મોદી  શિક્ષક સર્વ સમ્મેલનને કરશે સંબોધિત
  • શૈક્ષણિક સ્થિતિમાં નવી પહેલની શરુઆત
  • થીમ હશે “ગુણવત્તા અને ચકાઉ વિદ્યાલય: ભારતની શાળાઓમાંથી જ્ઞાન પ્રાપ્તિ”
  • 5થી 17 સપ્ટેમ્બર સુધી શિક્ષા પર્વ 2021 ઉજવવામાં આવશે

દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે  એટલે કે આજે  10.30 કલાકે શિક્ષા પર્વ સંમેલનને સંબોધિત કરનાર છે. આ સમયગાળા દરમિયાન, શિક્ષણના ક્ષેત્રમાં પરિવર્તન અંગે પહેલ પણ કરવામાં આવશે. કોરોનાની સ્થિતિને લઈને પીએમ મોદી આ કાર્યક્રમનું ડિજિટલ ઉદ્ઘાટન કરશે.

આ બાબતને લઈને પીએમ મોદીએ  ગઈકાલે ​​ટ્વિટ કર્યું કે તેઓ આવતીકાલે 7 સપ્ટેમ્બર સવારે 10.30 વાગ્યે શિક્ષા પર્વ સંમેલનને સંબોધિત કરશે. આ વર્ષની થીમ “ગુણવત્તા અને સતત વિદ્યાલય: ભારતની શાળાઓમાંથી જ્ઞાન પ્રાપ્તિ” છે. શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાની મુખ્ય પહેલ પણ શરૂ કરવામાં આવશે.

આ બાબતને લઈને પીએઓ એ કહ્યું કે ‘શિક્ષા પર્વ’ની આ ઉજવણી માત્ર તમામ સ્તરે શિક્ષણની સાતત્ય સુનિશ્ચિત જ કરશે નહીં, પરંતુ દેશભરની શાળાઓમાં ગુણવત્તા, સમાવિષ્ટ પ્રથાઓ અને ટકાઉપણું સુધારવા માટે નવીન પદ્ધતિઓને પણ પ્રેરિત કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અન્ય શિક્ષણ રાજ્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે હાલની જે સ્થિતિ કોરોનાને લઈને જોવા મળી રહી છે તેને ધ્યાનમાં લેતા આ કોન્ફરન્સ ઓનલાઈન યોજાશે. આ પરિષદ તમામ સ્તરે શિક્ષણની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે જ નહીં, પણ દેશભરની શાળાઓમાં ગુણવત્તા, સમાવિષ્ટ પદ્ધતિઓ અને ટકાઉપણું સુધારવા માટે નવા અભિગમોને પ્રોત્સાહિત કરશે. એમઓઈ શિક્ષકોના મૂલ્યવાન યોગદાનને ઓળખવા અને નવી શિક્ષણ નીતિ 2020 ને એક પગલું આગળ લઈ જવા માટે 5થી 17 સપ્ટેમ્બરથી શિક્ષા પર્વ 2021 ઉજવવાઈ રહ્યું છે.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન  મુજબ વડાપ્રધાન મોદી ભારતીય સાંકેતિક ભાષાના શબ્દકોશો , ટોકિંગ બુક્સ , શાળાની ગુણવત્તા અને આકારણી રજૂ કરશે. સીબીએસઈના ફ્રેમવર્ક નો પણ શુભ આરંભ કરનાર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code