
પીએમ મોદી એ ટ્વિટ કરીને મતદાન કરવા માટે અપીલ કરી, કહ્યું ‘પહેલા વોટ પછી જલપાન’ – CM યોગીએ પણ ટ્વિટ કર્યું
- પીએમ મોદીએ મતદાન કરવાની કરી અપીલ
- યુપીના સીએમ યોગીે પણ મતદાનની અપીલ કરી
લખનૌઃ- આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા 2022ના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. વોટિંગ શરૂ થયાના થોડા સમય પહેલા પીએમ મોદી અને સીએમ યોગીએ ટ્વિટ કરીને લોકોને મોટી સંખ્યામાં વોટ કરવાની અપીલ કરી હતી. બંને નેતાઓએ મતદારોને ‘પહેલાં વોટ પછી જલપાન’કરવાની અપીલ કરી હતી.
उत्तर प्रदेश विधानसभा चुनाव में आज पहले चरण की वोटिंग है। सभी मतदाताओं से मेरा आग्रह है कि वे कोविड नियमों का पालन करते हुए लोकतंत्र के इस पावन पर्व में बढ़-चढ़कर हिस्सा लें। याद रखना है- पहले मतदान, फिर जलपान!
— Narendra Modi (@narendramodi) February 10, 2022
પીએમ નરેન્દ્ર મોદીએ વહેલી સવારે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે- ‘ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને કોવિડના નિયમોનું પાલન કરીને લોકશાહીના આ પવિત્ર તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરું છું. યાદ રાખવાનું છે – પહેલા મતદાન પછીજલપાન !
आज लोकतंत्र के महायज्ञ का प्रथम चरण है।
आपके अमूल्य वोट की आहुति के बगैर यह अनुष्ठान पूरा नहीं होगा।
आपका एक 'वोट' अपराधमुक्त, भयमुक्त, दंगामुक्त उत्तर प्रदेश के संकल्प को मजबूती प्रदान करेगा।
इसलिए 'पहले मतदान फिर जलपान' तब अन्य कोई काम…
— Yogi Adityanath (@myogiadityanath) February 10, 2022
ત્યારે ઉત્તરપ્રજદેશના મુખ્યમંત્રીએ પણ જનતાને વોટ કરવાની અપીલ કરી હતી તેમણે ટ્વિટમાં લખ્યું- ‘આજે લોકશાહીના મહાન બલિદાનનો પ્રથમ તબક્કો છે. તમારા અમૂલ્ય મતના બલિદાન વિના આ અનુષ્ઠાન પૂર્ણ નહીં થાય. તમારો એક મત ગુનામુક્ત, ભયમુક્ત, રમખાણો મુક્ત ઉત્તર પ્રદેશના સંકલ્પને મજબૂત કરશે.