દિલ્હીઃ પ્રઘાનમંત્રી નરેન્દ્રલમોદી ઝએરોજ 3જી ઓક્ટબરકે તેલંગણા અને છત્તીસગઢની મુલાકાત લેવા જઈ રહ્યા છએ આ દરમિ.યાન તેઓ અનેક પ્રોજકેટ્નું ઉદ્ધાટન તથા શીલાન્યાસ કરશે. ઉલ્લેખનીય છે કે આગામી ચૂંટણીને લઈને આ બન્ને રાજ્યોની મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે.
આ સરહીત આજરોજ પીએમ મોદી બીજી તરફ તેલંગાણામાં NTPCના તેલંગણા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટના 800 મેગાવોટ પાવર જનરેશન યુનિટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ મનોહરાબાદ અને સિદ્દીપેટ વચ્ચે નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કરશે અને ધર્માબાદ-મનોહરાબાદ અને મહબૂબનગર-કુર્નૂલ વચ્ચેની રેલ્વે લાઇનનું વીજળીકરણ કરશે. આ સિવાય તેઓ અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

