Homeગુજરાતીગુજરાતયુવા પેઢીને ભોગવાદી સંસ્કૃતિ, વ્યસનો અને અસાત્ત્વિક આહારથી બચાવવી જોઈએઃ રાજ્યપાલ

યુવા પેઢીને ભોગવાદી સંસ્કૃતિ, વ્યસનો અને અસાત્ત્વિક આહારથી બચાવવી જોઈએઃ રાજ્યપાલ

ગાંધીનગર, 15 ઓગસ્ટ 2026 : The younger generation must be protected from hedonistic culture and addictions પાટનગર ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે આઝાદીના પાવન પર્વ નિમિત્તે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે વિશ્વ ગુજરાતી સમાજની પ્રતિષ્ઠિત પત્રિકા વિશ્વમેળોના વિશેષાંકનું વિમોચન તથા ‘હરિત ઘર, સ્વસ્થ સમાજ’ અભિયાનના પોસ્ટરનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ તકે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીને પોતાની મહેનત અને કર્તવ્યનિષ્ઠાથી સમગ્ર વિશ્વમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કરનાર ગુજરાતી સમુદાયના યોગદાનને બિરદાવ્યું હતું.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ભારતની વૈદિક સંસ્કૃતિ અને પરંપરાઓ સમગ્ર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે. જર્મન વિદ્વાન મેક્સ મુલરે પણ સ્વીકાર્યું છે કે વિશ્વના પ્રથમ ગ્રંથો વેદ છે. આ પવિત્ર ધરતીએ ‘વસુધૈવ કુટુંબકમ્’ અને ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ નો ઉદાત્ત વિચાર વિશ્વને આપ્યો છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોની આ પુણ્યભૂમિએ હંમેશા દેશ અને દુનિયાને નવી દિશા ચિંધી છે.

 રાજ્યપાલએ ઉમેર્યું કે, ભૌતિકવાદના વર્તમાન યુગમાં પણ ગુજરાતના લોકોએ પોતાની પારિવારિક વ્યવસ્થા અને સામાજિક મૂલ્યોને જીવંત રાખ્યા છે. તેમણે આહવાન કર્યું કે આજની ભોગવાદી સંસ્કૃતિ વચ્ચે આપણી નવી પેઢીને વ્યસનમુક્ત રાખવા, તેમને દેશના મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા આપવા અને પોતાની ભાષા તથા સંસ્કૃતિ સાથે જોડી રાખવા માટે વાલીઓએ બાળકો સાથે ગુણવત્તાસભર સમય વિતાવવો અનિવાર્ય છે.

આજના સમયમાં નાની વયે થતા કેન્સર, હાર્ટ એટેક અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગો પ્રત્યે ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, જંક ફૂડ, કેમિકલયુક્ત પ્રોસેસ્ડ ફૂડ અને ખેતીમાં યુરિયા-ડીએપી જેવા રાસાયણિક ખાતરોના અતિરેકે અન્નમાં ઝેર ભેળવી દીધું છે. આ પરિસ્થિતિમાંથી ઉગરવા માટે પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૯ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. તેમણે દરેક નાગરિકને ઘરની છત, બાલ્કની કે ઘરઆંગણે કુંડામાં પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી ઉગાડવા અને વૃક્ષારોપણ-જળસંચયના કાર્યોમાં સક્રિય બનવા અનુરોધ કર્યો હતો.

સંબંધિત લેખો

Most Popular