Homeગુજરાતીગુજરાતકચ્છમાં માત્ર 29.13 ટકા વરસાદ, ખરીફ પાકનું વાવેતર 4 લાખ હેકટરને વટાવી...

કચ્છમાં માત્ર 29.13 ટકા વરસાદ, ખરીફ પાકનું વાવેતર 4 લાખ હેકટરને વટાવી ગયું

ભૂજ, 15 ઓગસ્ટ, 2026 : Kharif crop sowing crosses 4 lakh hectares. ચોમાસાની સીઝનમાં આ વખતે અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં માત્ર 29.13 ટકા જ વરસાદ પડ્યો છે. જોકે જિલ્લાના ખેડૂતો સારો વરસાદ પડશે એવી આશા રાખીને બેઠા છે. અને મોટાભાગના વિસ્તારમાં વાવણી કાર્ય પૂર્ણ કરી લીઘુ છે. કૃષિ વિભાગના કહેવા મુજબ જિલ્લામાં ખરીફ ઋતુનું કુલ વાવેતર આશરે 4,12,006 હેક્ટર નોંધાયું છે. જો વિવિધ પાકોના વાવેતરની વિગતો મુજબ, સમગ્ર જિલ્લામાં સૌથી વધુ વાવેતર દિવેલા (એરંડા) નું 1,16,047 હેક્ટરમાં થયું છે, જ્યારે તેની સામે સૌથી ઓછું વાવેતર મકાઈ પાકનું માત્ર 15 હેક્ટરમાં જ વાવેતર થયુ છે.

જિલ્લાના કૃષિ વિભાગના સૂત્રોના કહેવા મુજબ જિલ્લામાં ખરીફ ઋતુનું કુલ વાવેતર આશરે 4,12,006 હેક્ટર નોંધાયું છે.  સૌથી વધુ વાવેતર દિવેલા (એરંડા) નું 1,16,047 હેક્ટરમાં થયું છે, જ્યારે તેની સામે સૌથી ઓછું વાવેતર મકાઈ પાકનું માત્ર 15 હેક્ટરમાં જ વાવેતર થયુ છે. અન્ય રોકડિયા અને અનાજ-કઠોળના પાકોમાં કપાસનું 77,354 હેક્ટર, પશુપાલન અને નિભાવ માટે અત્યંત જરૂરી ઘાસચારાનું 79,264 હેક્ટર, તેલીબિયાંમાં મગફળીનું 58,325 હેક્ટર, ગવારનું 17,940 હેક્ટર, તુવેરનું 15,993 હેક્ટર, મગનું 15,079 હેક્ટર તેમજ સોયાબીનનું માત્ર 20 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.

કચ્છમાં વરસાદ ખેચાતા અને તાપમાન વધતા ખેડૂતોએ કરેલું વાવેતર હવે જોખમમાં મુકાયું છે. જો આગામી દિવસોમાં કુદરત મહેરબાન નહીં થાય તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. જિલ્લાના રાપર તાલુકામાં સૌથી વધુ 1,12,585 હેક્ટરમાં કુલ વાવેતર થયું છે, જ્યાં અનાજમાં બાજરીનું સૌથી વધુ 13,715 હેક્ટર અને ઘાસચારાનું 27,435 હેક્ટરમાં સૌથી વધુ વાવેતર નોંધાયું છે.આ ઉપરાંત ભચાઉ તાલુકામાં 92,779 હેક્ટર, ભુજમાં 54,339 હેક્ટર, અબડાસામાં 35,728 હેક્ટર, માંડવીમાં 31,675 હેક્ટર, નખત્રાણામાં 30,277 હેક્ટર, લખપતમાં 10,599 હેક્ટર, મુન્દ્રામાં 12,296 હેક્ટર અને અંજારમાં 29,728 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જ્યારે તેની તુલનામાં, ગાંધીધામ તાલુકામાં સૌથી ઓછું માત્ર 2,000 હેક્ટરમાં જ કુલ વાવેતર નોંધાયું છે. રાપરમાં વરસાદ સારો થયો છે તેની બીજી બાજુ અહીં સિંચાઈની સુવિધાઓ હોવાથી વાવેતરમાં વધારો નોંધાયો છે.

સંબંધિત લેખો

Most Popular