Homeગુજરાતી 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવા પીએમ મોદીનું દેશવાસીઓને આહ્વાન  - તિરંગા સાથેની...

 ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા પીએમ મોદીનું દેશવાસીઓને આહ્વાન  – તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરવાની  કરી અપીલ 

દિલ્હીઃ 15 મીઓગસ્ટ સ્વતંત્રતા દિવસને 2 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે 13 થઈ 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી કહ્યું છએ આવી સ્થિતિમાં દરેક લોકોને આ અભિયાનમાં જોડાવા માટે પીએમ મોદીએ ખાસ અપીલ કરી છે.

પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે લોકોને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા અભિયાન’માં ભાગ લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે ત્રિરંગો સ્વતંત્રતા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાનું પ્રતિક છે.

પીએમ મોદીએ કહ્યું કે દરેક ભારતીયનું ત્રિરંગા સાથે ભાવનાત્મક જોડાણ છે અને તે આપણને રાષ્ટ્રની પ્રગતિ માટે સખત મહેનત કરવાની પ્રેરણા આપે છે. હું તમને બધાને વિનંતી કરું છું કે 13 થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરે ત્રિરંગા ચળવળમાં ભાગ લો અને તમારા ફોટા ઇન્ટરનેટ મીડિયા પર શેર કરો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular