
PM મોદીનો જન્મદિવસઃ વડોદરામાં 971 કિલોની કેક કાપી કરાઈ ઉજવણી
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસે નિમિત્તે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિવિધ લોકહિતના કાર્યક્રમો યોજાયા હતા. નરેન્દ્ર મોદીના હોમસ્ટેટ ગુજરાતમાં પણ સરકાર અને ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન વડોદરામાં 971 કિલોની કેક કાપીને ઉપજણી કરવામાં આવી હતી.
વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 71માં જન્મદિવસ નિમિત્તે તેમના ચિત્રની આકર્ષક આબેહુબ 71 ફુટની ભવ્ય રંગોળી બનાવવામાં આવી હતી. આ ઉપરાંત 182 ફુટ લાંબી તથા 971 કિલો ની કેક કટીંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ મહામાંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને ડો.ભરત ડાંગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. વડાપ્રધાનના જન્મદિવસે નિમિત્તે કાપવામાં આવેલી 971 કિલોની કેસનું સ્લમ વિસ્તારના બાળકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.