
‘હર ઘર ત્રિરંગા’ અભિયાનમાં પીએમ મોદીની માત હિરા બા થયા સામેલ – આવાસ સ્થાને ત્રિરંગો લહેરાવ્યો
- ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનને જોરદાર પ્રતિસાદ
- એમ મોદીની માત હિરા બા આ અભિયાનમાં થયા સામેલ
- હિરા બા એ આવાસ સ્થાને ત્રિરંગો લહેરાવ્યો
અમદાવાદઃ- પીએમ મોદીના નેતૃત્વ હેઠળ હર ઘર ત્રિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે,દેશભરમાંથી આ અભિયાનને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે પીએમ મોદીની માતા હિરા બા એ પમ ા અભિયાન હેઠળ પોતાના નિવાસ સ્થાને ત્રિરંગો ફરકાવ્યો છે.
વિતેલા દિવસના રોજ હીરા બાએ પોતાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યું હતું અને ‘હર ઘર ત્રિરંગો’ અભિયાનમાં ભાગ લીધો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે સો ફૂટ ઊંચા ધ્વજ સ્તંભ પર વિશાળ ત્રિરંગો ફરકાવીને સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી માટે ત્રણ દિવસીય ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી હતી.
આ સાથે જ હીરા બાએ તેમના નિવાસસ્થાને બાળકોને રાષ્ટ્રધ્વજ આપ્યો અને તેમની સાથે ત્રિરંગો ફરકાવ્યો. ઉલ્લેખનીય છે કે હિરા બા વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે ગાંઘીનગર સ્થિત નિવાસસ્થાને રહે છે.
આ સાથે જ રાજ્યભરમાં આ અભિયાન હેઠળ ધ્વજ રેલી નિકાળશવામાં આવી હતી, ઘણી જગ્યાઓ એ શાળાના વિદ્યાર્થીઓ એ ધ્વજ લહેરાવતા રેલી નીકાળી હતી, રેલી દરમિયાન સેંકડો લોકોના હાથમાં નાના મોટા ઘણા તિરંગાઓ જોવા મળતા હતા,આ સહીત જો ગામડાઓની વાત કરવામાં આવે તો ગુજરાતના અનેક ગામડાઓમાં હર ઘર તિરંગાને શાનદાર પ્રતિસાદ મળ્યો છે.
ગઈકાલ સવારથી જ લોકોએ પોતાના ટેરેસ પર, ઘર પર તિરંગાઓ લહેરાવાનું શરુ કર્યું હચું સાંજ પડતાની સાથે રાજ્યભરના વિલસ્તારોમાં તિરંગાઓ લહેરાતા જોવા મળ્યા હતા.