Site icon Revoi.in

PM નરેન્દ્ર મોદી કાલે શુક્રવારે સુરતમાં ₹4,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ

Social Share

ગાંધીનગર, 4 જૂન, 2026: વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આગામી 5 જૂન, 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ પર ગુજરાતમાં સુરતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ સુરત ખાતેથી ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અને પાવરગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિ.ના ₹4950.39 કરોડના ખર્ચના ચાર વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.

વડાપ્રધાન ગુજરાતમાં ટ્રાન્સમિશન નેટવર્ક એક્સપાન્શન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેના થકી ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી ઉચ્ચ-ક્ષમતાવાળો વીજ પ્રવાહ પહોંચાડવો શક્ય બનશે. પાવરગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિ. દ્વારા સુરત અને નવસારી જિલ્લામાં ₹4,546 કરોડના ખર્ચે અમલી કરવામાં આવેલા આ પ્રોજેક્ટ, રાજ્યના ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત બનાવશે અને ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) પાર્ટ B માંથી અવેલેબલ ટ્રાન્સમિશન કેપેસિટી (ATC) એટલે કે ઉપલબ્ધ ટ્રાન્સમિશન ક્ષમતાને વધારીને પાવર ટ્રાન્સફરની ક્ષમતામાં સુધારો કરશે.

ટ્રાન્સમિશન નેટવર્ક એક્સપાન્શન પ્રોજેક્ટમાં નવસારી ખાતે ડિજિટલ સબસ્ટેશન, નવસારીથી મહારાષ્ટ્રમાં પડઘે સુધીની 765 kV D/c ટ્રાન્સમિશન લાઇન અને નવસારીથી મગરવાડા અને કાલા સુધીની 400 kV D/c ટ્રાન્સમિશન લાઇનનો સમાવેશ થાય છે. તેનાથી ખાવડા વિસ્તારમાંથી રિન્યુએબલ એનર્જીને કાર્યક્ષમ રીતે બહાર લઇ જઇ શકાશે અને નવસારી થઇને પડઘે સુધી તેનું સરળ ટ્રાન્સમિશન શક્ય બનશે, જે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે વિશ્વસનીય ઉચ્ચ-ક્ષમતાવાળા વીજ પ્રવાહને સુનિશ્ચિત કરશે.

વડાપ્રધાનના હસ્તે જે મુખ્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, તેમાં વલસાડ જિલ્લામાં વીજખાધ ઘટાડવાના ઉદ્દેશથી ડિસ્ટ્રિબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો સામેલ છે. તે ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટેનો એક ફુલ ટર્નકી કોન્ટ્રાક્ટ છે, જે ₹324.19 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) અંતર્ગત અમલમાં મૂકાયેલા આ પ્રોજેક્ટનો હેતુ વીજ વિતરણ નેટવર્કને વધુ મજબૂત બનાવવાનો, કાર્યક્ષમતામાં વધારો કરવાનો તેમજ ગ્રાહકોને વિશ્વસનીય અને ગુણવત્તાસભર વીજપુરવઠો સુનિશ્ચિત કરવાનો છે.

Exit mobile version