જુનાગઢ, 24 જુન 2026 : Police shut down ghost show held at crematorium due to traffic jam શહેરના સ્મશાનમાં ભવ્ય ‘ભૂતાવળ ડાયરા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેના લીધે રોડ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ડાયરો માણવા આવેલા લોકોએ સોનાપુરીની આસપાસ અને મુખ્ય માર્ગો પર પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દીધા હતા. તેથી ભવનાથ તરફ જતા પ્રવાસીઓના વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક એક્શનમાં આવીને ભવનાથ પોલીસને ઘટનાસ્થળે પહોંચવા કડક આદેશો આપ્યા હતા. પોલીસે રાત્રે 11 વાગ્યાના સુમારે જ આયોજકોને ડાયરો સદંતર બંધ કરી દેવાની ફરજ પાડી હતી. ડાયરો બંધ કરાવાયા બાદ ટ્રાફિક હળવો કરવા માટે ભવનાથ પોલીસે કડક આકરા પગલાં લીધા હતા.
શહેરના સ્મશાનમાં ભવ્ય ‘ભૂતાવળ ડાયરો યોજવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી આ કાર્યક્રમની એટલી વ્યાપક અને બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી કે, જાહેરાત જોતાની સાથે જ જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી લોકો ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યક્રમ સ્થળે ઉમટી પડ્યા હતા. જોતજોતામાં સોનાપુરી જગ્યા અને તેની આસપાસના વિસ્તારો હજારોની જનમેદનીથી ઉભરાઈ ગયા હતા. આ અનોખા ડાયરાને માણવા માટે શહેરના સ્થાનિક કલાકારો પણ સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ પ્રચંડ ભીડને કારણે સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે, ડાયરો માણવા આવેલા લોકોએ સોનાપુરીની આસપાસ અને મુખ્ય માર્ગો પર પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દીધા હતા. વાહનોના અણઘડ પાર્કિંગના કારણે ભવનાથ તરફ જવા ઈચ્છતા યાત્રિકો અને પ્રવાસીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થઈ હતી અને રસ્તાઓ પર કલાકો સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. શહેરના પોલીસના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન આ બાબત પર ગયું હતું. ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક એક્શનમાં આવીને ભવનાથ પોલીસને ઘટનાસ્થળે પહોંચવા કડક આદેશો આપ્યા હતા, જેના કલાકો બાદ ભવનાથ પોલીસનો કાફલો સોનાપુરી ખાતે આવી પહોંચ્યો હતો. વધુ ભીડને કારણે કોઈ પણ મોટી અઘટિત કે દુઃખદ ઘટના ન ઘટે તે બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે રાત્રે 11 વાગ્યાના સુમારે જ આયોજકોને ડાયરો સદંતર બંધ કરી દેવાની ફરજ પાડી હતી, જેને પગલે અડધા કલાકારો પોતાની પ્રસ્તુતિ પણ આપી શક્યા ન હતા. ડાયરો બંધ કરાવાયા બાદ ટ્રાફિક હળવો કરવા માટે ભવનાથ પોલીસે કડક આકરા પગલાં લીધા હતા

