1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કેન્સર-હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓથીબચાવી શકે છે બટાકાની છાલ, જાણો ફાયદા….
કેન્સર-હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓથીબચાવી શકે છે બટાકાની છાલ, જાણો ફાયદા….

કેન્સર-હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓથીબચાવી શકે છે બટાકાની છાલ, જાણો ફાયદા….

0
Social Share

બટાકા જ નહીં તેની છાલ પણ ખુબ જ ઉપયોગી છે. સ્કિન અને વાળને જાળવવાની ગુણવત્તા તેમનામાં જોવા મળે છે. તેનાથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. તેની છાલમાં બીમારીથી લડવાની ક્ષમતા હોય છે. બટાકાની છાલથી ચરબી, કોલેસ્ટ્રોલ અને સોડિયમની માત્રામાં ઘણી ઓછી કરે છે. તમે છાલને ફેકી દો છો તો પહેલા તેના ફાયદા વિશે જાણો.

બટાકાની છાલ સ્કિન માટે ખુબ જ ફાયદા કારક હોય છે. તેમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ અને ફએનોલિક, એન્ટિઓક્સીંડેન્ટ સ્કિનથી કાળાશ દૂર કરી નિખાર લાવવામાં મદદગાર છે. તેના ઉપયોગથી છાલથી સ્કિનના ડાઘધબ્બા ઓછા થવા લાગે છે.

બટાકાની છાલમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં કેલ્શિયમ અને વિટામિન બી-કોમ્પ્લેક્સ પણ હોય છે, જે ઈમ્યૂનિટીને મજબૂત કરીને બીમારીને દૂર રાખવામાં મદદ કરે છે.

બટાકાની છાલમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, કોપર અને ઝિંક ખુબ જ પ્રમાણમાં જોવા મળે છે. આ બધા હાડકાની ઘનતામાં સુધારો કરે છે. તેનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે. જો મહિલાઓ આનું નિયમિત સેવન કરે તો ઓસ્ટીયોપોરોસીસનું રિસ્ક ઘટાડી શકાય છે.

બટાકાની છાલમાં ફાયટોકેમિકલ્સ જોવા મળે છે, જે એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે. આમાં ક્લોરોજેનિક એસિડ જોવા મળે છે જે કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. તેથી, બટાકાની છાલ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

બટાકાની છાલમાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે, જે હાર્ટની હેલ્થ માટે સારું છે. આ છાલનું દરરોજ સેવન હાર્ટ એટેકના હુમલાના ખતરાને નોંધપાત્ર રીતે ઘટાડે છે. આનાથી હાર્ટ ડિસીઝથી બચી શકાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code