નવી દિલ્હીઃ એક નવા અહેવાલ મુજબ, છેલ્લા દાયકામાં ભારતમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અર્થશાસ્ત્રીઓ સુરજીત એસ ભલ્લા અને કરણ ભસીન દ્વારા પ્રકાશિત આ પેપરમાં 2022-23 અને 2023-24 માટે તાજેતરમાં પ્રકાશિત થયેલા ઘરગથ્થુ ખર્ચના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ સર્વેક્ષણોના ડેટા ભારતમાં ગરીબીના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં અતિશય ગરીબી નહિવત સ્તરે પહોંચી ગઈ છે. આ પેપરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં ૨૦૧૧-૧૨ થી ૨૦૨૩-૨૪ સુધીના છેલ્લા બાર વર્ષોમાં અસમાનતામાં તીવ્ર ઘટાડો થયો હોવાના મજબૂત પુરાવા છે.