
ભારતમાં વિવિધ ધર્મો વચ્ચે એકતાની બ્રિટનની પાર્લામેન્ટમાં પ્રશંસા
દિલ્હીઃ ભારતમાં લોકશાહી છે અને તમામ ધર્મના લોકો વસવાટ કરે છે. દરમિયાન ભારતમાં વિવિધ ધર્મો વચ્ચે એકતાની નોંધ બ્રિટનની પાર્લામેન્ટમાં લેવામાં આવી હતી. તેમજ ભારતની પ્રસંશા કરવામાં આવી હતી. તેમજ કહ્યું હતું કે, ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાન અધિકાર આપે છે. એટલું જ નહીં સૌથી વધારે ધર્મો હોવા છતા ભારતમાં સાંપ્રદાયિક એકતા છે.
બ્રિટનની પાર્લામેન્ટમાં મિનિસ્ટર નિગેલ એડમ્સે જણાવ્યું હતું કે, ભારત વિવિધ ધર્મો વચ્ચે એકતા ધરાવતો દેશ છે. જ્યાં લઘુમતીને અન્યાય થાય તો સ્થાનિક તેમજ કેન્દ્રીય સ્તર સુધી પડઘા પડે છે. માનવ અધિકાર મુદ્દે ભારતની લોકશાહી શ્રેષ્ઠ છે. ભારતનું બંધારણ પણ તમામ નાગરિકોને સમાન અધિકાર આપે છે. જેઓએ ભારતની યાત્રા કરી છે તેમને ખબર હશે કે તે કેટલો અદભુત દેશ છે. જ્યાં સૌથી વધુ ધર્મો હોવા છતાં સાંપ્રદાયિક એકતા છે.