1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતની નવી સરકાર સમક્ષ ગૌચર મુદ્દે રજૂઆત
ગુજરાતની નવી સરકાર સમક્ષ ગૌચર મુદ્દે રજૂઆત

ગુજરાતની નવી સરકાર સમક્ષ ગૌચર મુદ્દે રજૂઆત

0
Social Share

મુંબઈઃ ગુજરાતમાં મુખ્યમંત્રીની સાથે મંત્રીમંડળ બદલીને ભાજપ દ્વારા ભુપેન્દ્ર પટેલને સતાની કમાન સોંપી છે. દરમિયાન નવી સરકાર સામે શિક્ષણ અને ખેડૂતોની સમસ્યા સહિત અનેક મુદ્દાઓનો સામનો કરવો પડે તેવી શકયતા છે. દરમિયાન ગુજરાતમાં ગૌચરને લઈને મુંબઈના સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશ શાહે નવી સરકારને માંગણી કરી છે કે, રાજ્યના 18114 ગામમાં ગૌચરને સુરક્ષિત કરવી જોઈએ. તેમજ તેના તાત્કાલિક અમલ માટે પગલા ભરવા જોઈએ.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો વસવાટ કરે છે. તેમજ આ પરિવારો ગુજરાતની તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખે છે. મુંબઈમાં કાર્યરત સમસ્ત મહાજન ટ્રસ્ટ ગુજરાતી પરિવાર સહિતના જરૂરિયાતમંદ લોકો માટે સેવાકિય પ્રવૃતિ આચરે છે. દરમિયાન સમસ્ય મહાજન દ્વારા બે નાના બાળકોનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરીને લોકોને મદદ કરવા માટે અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે કે, વરસાદમાં ભાઈ ના પલડે તેની મોટાભાઈને ચિંતા છે. લોકોને ભોજન મળવું જોઈએ, નવા ભારતના આવા ભાગ્ય વિધાતા હાલ પેટ ભરવાની ચિંતામાં છે. દરેક વ્યક્તિએ આસપાસના વ્યક્તિઓને મદદ કરે તો કોઈ ભુખ્યું ના રહે, સમસ્ત મહાજન ભોજન રથના માધ્યમથી દરરોજ 400 લોકોને ભોજન કરાવવામાં આવે છે. ભુખ્યાને ભોજન મળી રહે તે માટે ભોજનરથના અભિયાનમાં સહકાર આપવા લોકોને અપીલ કરવામાં આવી છે.  આર્થિક મદદ કરવા માટે બેંકની વિગતો પણ આપવામાં આવી છે જે આ પ્રમાણે છે, SAMAST MAHAJAN, HDFC BANK, BRANCH : CRAWFORD MRKET, Current A/C NO.00602320006521, IFSC CODE: HDFC0000143

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code