Homeગુજરાતીલો બોલો! કર્મચારીએ પગાર માંગ્યો તો બોસે સિક્કાની ડોલ ભરીને આપ્યો પગાર,...

લો બોલો! કર્મચારીએ પગાર માંગ્યો તો બોસે સિક્કાની ડોલ ભરીને આપ્યો પગાર, તમે પણ જોઇને દંગ રહી જશો

  • અહીંયા કર્મચારીને સિક્કાની ભરેલી ડોલમાં અપાયો તેનો પગાર
  • સોશિયલ મીડિયા પર હાલ આ સિક્કા ભરેલી ડોલ થઇ વાયરલ
  • આ ડોલનું વજન 29.8 કિલો હતું

નવી દિલ્હી: આજના સાંપ્રત સમયમાં દરેક વ્યક્તિ આજીવિકા માટે નોકરી કરે છે. દરેક પગારદાર વ્યક્તિ મહિનાના અંતની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરતો હોય છે જેનું કારણ તેનો પગાર છે. આ જ પગારથી તે તેની આજીવિકા અને અન્ય ખર્ચાને પૂરા કરે છે. પગાર મોટા ભાગે રોકડ અથવા તમારા એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થતો હોય છે પરંતુ એક આઇરિશ રેસ્ટોરાંના કર્મચારીને જે સ્વરૂપમાં પગાર મળ્યો તે જોઇને તમને પણ આશ્વર્ય થશે.

હકીકતમાં, રેસ્ટોરાંના માલિકે તેના કર્મચારીને પગાર સ્વરૂપે સિક્કાઓથી ભરેલી ડોલ આપી હતી. જેનું વજન, 29.8 કિલો હતું. પ્રાપ્ત વિગતો અનુસાર આ કર્મચારીનું નામ રિયાન કેઓગે છે. જેણે આ ડોલની તસવીરો સાથે આ ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી.

સોશિયલ મીડિયા પર રિયાન કેઓગે લખ્યું કે, જો કોઇને જાણવું હોય કે સાઉથ વિલિયમ સ્ટ્રીટ પર કામ કરવું કેવું છે, તો હું તમને જણાવી દઉં કે મહેનતનું આ રીતે વળતર આપવામાં આવે છે. હાલમાં તો તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. રિયાનના આ ટ્વિટને અત્યારસુધીમાં 14 હજારથી વધુ લાઇક્સ મળ્યા છે અને 1800 થી વધુ રિટ્વીટ થયા છે.

ઉપરાંત Rian Keogh એ વધુ એક ટ્વિટમાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેણે રેસ્ટોરન્ટ માલિક સાથેની વાતચીતના સ્ક્રીનશોટ શેર કર્યા છે. તેણે ટ્વિટ કરતા લખ્યું કે, મને રોકડ આપવાના નામે રેસ્ટોરન્ટમાં બોલાવ્યો અને સિક્કાઓથી ભરેલી ડોલ (bucket full of coins) આપવામાં આવી.

બાદમાં માલિકે કહ્યું હતું કે શું રોકડમાં પગાર આપું તે ઠીક રહેશે ? જો કે રિયાનને (Rian) પૈસાની ખૂબ જરૂર હતી, તે સંમત થયો. પરંતુ જ્યારે તે પૈસા લેવા આવ્યો ત્યારે સિક્કાઓથી ભરેલી ડોલ જોઈને તે ચોંકી ગયો

સંબંધિત લેખો

Most Popular