Site icon Revoi.in

વડોદરામાં ગેડા સર્કલથી એરપોર્ટ સુધી વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો સોમવારે યોજાશે

Social Share

વડોદરા, 8 મે 2026: PM Modi’s grand road show વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદી તા. 11મીને સોમવારે વડોદરા શહેરની મુલાકાતે આવશે. અને સરદારધામના લોકાર્પણ બાદ શહેરના ગેડા સર્કલથી એરપોર્ટ સુધી વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા ધૂમ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રથમવાર વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યો છે. જામનગર, સોમનાથની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી તા.11મીને સોમવારે વડોદરાની મુલાકાતે આવી પહોંચશે. સરદાર ધામના લોકાર્પણ બાદ વડાપ્રધાન સોમવારે સાંજે 7:30 કલાકે રોડ શો યોજાશે. શહેરના ગેડા સર્કલથી એરપોર્ટ સુધી 15 સ્ટેજ ઉભા કરવામાં આવશે. આ સ્ટેજ પરથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. વડોદરા મહાનગર તેમજ જિલ્લામાંથી પણ લોકો આવીને વડાપ્રધાનના રોડ શોમાં જોડાશે. આ સ્ટેજ પરથી ગુજરાત, બંગાળ, આસામ સહિતના રાજ્યની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવશે. હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. રોડ શોના રૂટ પર સ્વચ્છતા ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. શહેરના તમામ કોર્પોરેટરોને પોતાના વોર્ડમાંથી 1000 નાગરિકોને રોડ શોમાં લાવવા માટેનું ટાસ્ક આપવામાં આવ્યું છે. રોડ શોને ભવ્ય બનાવવા માટે વધુમાં વધુ જનમેદની એકત્રિત થાય તે માટેના આયોજનમાં ભાજપ લાગી ગયું છે.

વડાપ્રધાનના રોડ શોના રૂટ પર સખત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અંદાજે દોઢ કિમિ જેટલા રૂટ ઉપર ઠેર ઠેર સુરક્ષા જવાનો તહેનાત રહેશે. આ બે દિવસ રૂટનું સઘન ચેકિંગ કરવામાં આવશે.આ ઉપરાંત વિવિધ વિસ્તારમાં ધાબા પોઇન્ટ, ડ્રોન સર્વેલન્સ સહિતનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ વિસ્તારના અસામાજિક તત્વો ઉપર પણ પોલીસની નજર રહેશે. શહેરનું તંત્ર હાલ વીવીઆઈપી મૂવમેન્ટને લઈને એક્શન મોડમાં આવી ગયું છે. વડાપ્રધાનનો આ રોડ શો ભવ્ય સાબિત થાય તે માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

Exit mobile version