મેઘાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ ઉપર કર્યાં આકરા પ્રહાર
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેઘાલયમાં વિશાળ રોડ શો યોજાયો હતો. જે બાદ વિશાળ ચૂંટણી રેલીને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આખો દેશ કહી રહ્યો છે કે મોદીજી તમારું કમળ ખીલશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે તમે જે રીતે અદ્ભુત અને જીવંત રોડ શો કર્યો છે. તમારો આ પ્રેમ, તમારા આ આશીર્વાદ… હું તમારું આ ઋણ ચોક્કસપણે ચૂકવીશ. તમારા પ્રેમ અને આશીર્વાદનું ઋણ હું મેઘાલયનો વિકાસ કરીને, તમારા કલ્યાણના કાર્યોને ઝડપી બનાવીને ચૂકવીશ. તારા આ પ્રેમને હું વ્યર્થ નહિ જવા દઉં. મેઘાલયમાં ચારેય તરફ ભાજપ જ ભાજપ દેખાય છે. શહેર હોય કે ગામ દરેક જગ્યાએ કમળ ખુલતુ જોવા મળે છે. કેટલાક લોકોને દેશની જનતાને નકાર્યાં છે, તેઓ નિશામામાં ગરકાવ થઈ ગયા છે. હવે તેઓ કહે છે કે, મોદી તારી કબર ખોદાશે. પરંતુ દેશ કહી રહ્યો છે કે, મોદી તમારુ કમળ ખુલશે.
મેઘાલય વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપા દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો ભાજપનો પ્રચાર કરી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારમાં ભાજપને નિશાન બનાવી રહ્યાં છે.