Site icon Revoi.in

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જાપાન અને ચીનના સત્તાવાર પ્રવાસે જશે

Social Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જાપાન અને ચીનના સત્તાવાર પ્રવાસે જશે. આગમી 29 અને 30મી ઑગસ્ટના તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે 15મી ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન યોજશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં મીડિયા સાથે પીએમ મોદીની જાપાન મુલાકાતની વિગતો જાહેર કરી હતી.

ચીનમાં, પ્રધાનમંત્રી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠનની 25મી રાજ્ય વડાઓની પરિષદની બેઠકમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ) તન્મય લાલે પ્રધાનમંત્રી મોદીની આગામી ચીન મુલાકાત વિશે મીડિયાને માહિતી આપી.