Site icon Revoi.in

ભૂજની પાલારા જેલમાં કેદીઓએ જેલ સહાયક પર કર્યો જીવલેણ હુમલો

Social Share

ભૂજ, 25 જુન, 2026 : Prisoners fatally attack jail assistant શહેર નજીક આવેલી પાલારા જેલમાં કોઈ કારણસર ઉશ્કેરાયેલા બે કેદીઓએ જેલ સહાયક પર જીવલેણ હુમલો કર્યો હતો, જેલ સહાયકને ગંભીર ઈજા થતાં ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા,  ઈજાગ્રસ્ત જેલ સહાયકે ભુજ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 આ બનાવની વિગત એવી છે કે, ભૂજની પલારા જેલમાં સજા ભોગવતા કાચા કામના બે કેદીઓએ તીક્ષ્ણ બ્લેડ વડે જેલ સહાયક પર હુમલો કર્યો હતો. જેલની અંદર સર્કલ નંબર 2ના ગેટના ટેલિફોન બુથ પાસે બનાવ બન્યો હતો. હુમલામાં જેલ સહાયક પ્રિતેશને કાનના નીચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક જેલ પ્રશાસન દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભુજ બી ડિવિઝન પોલીસે આરોપી સજ્જનસિંહ હરવંશસિંહ રાયશીખ અને વિજયસિંહ મલકીતસિંહ રાયશીખ વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પાલારા જેલમાં અવાર નવાર કેદીઓ પાસેથી જેલમાં મોબાઈલ સહિત ચીજ વસ્તુઓ પકડાતી હોય છે. હાલ જેલ પ્રશાસન દ્વારા પણ જેલમાં તપાસ ચાલી રહી હોવાનો જાણવા મળ્યું છે.  બન્ને કેદીઓએ કયા કારણોસર હુમલો કર્યો અને હુમલામાં કયા હથિયાર કે વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે વિગતો હજુ સુધી સત્તાવાર રીતે બહાર આવી નથી. હાલમાં જેલ પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

Exit mobile version