1. Home
  2. ગુજરાતી
  3. ભારતે ખાલિસ્તાન સમર્થક શીખ ફોર જસ્ટિસ સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ
ભારતે ખાલિસ્તાન સમર્થક શીખ ફોર જસ્ટિસ સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ

ભારતે ખાલિસ્તાન સમર્થક શીખ ફોર જસ્ટિસ સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ

0
Social Share

ભારતે ખાલિસ્તાન સમર્થક શીખ ફોર જસ્ટિસ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સંગઠન શીખો માટે અલગ દેશની માગણી કરે છે. ગૃહ મંત્રાલયે ભાગલાવાદી એજન્ડાને પ્રોત્સાહીત કરનારા આ સંગઠનને પ્રતિબંધિત કર્યું છે. એપ્રિલ-2019માં મોદી સરકારના અનુરોધ પર પાકિસ્તાન પણ આ સંગઠન પર રોક લગાવી ચુક્યું છે.

આ પહેલા ઘણીવાર આઈએસઆઈ દ્વારા આ સંગઠન દ્વારા પંજાબમાં આંતરીક શાંતિ ડહોળવાની કોશિશો થઈ ચુકી છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે ભાગલાવાદ અને આતંકવાદને ભારતીય જમીન પર ફાલવા-ફૂલવા દેવાશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પ્રકારે ગેરકાયદેસર ગતિવિધિઓને સહન કરવામાં નહીં આવે. ચાહે ભાગલાવાદની માગણી દેશમાં હોય અથવા વિદેશમાં, કોઈપણ સંગઠનને બક્ષવમાં આવશે નહીં.

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યુ છે કે શીખ ફોર જસ્ટિસ જેવા ગેરકાયદેસર સંગઠનને પ્રતિબંધિત કરીને ભારતે આઈએસઆઈના ઈશારે કામ કરારા ભારતદ્રોહીઓ અને ભાગલાવાદીઓની વિરુદ્ધ પોતાની મનસા સ્પષ્ટ કરી દીધી છે.

સુરક્ષા એજન્સીઓની લાંબા સમયથી ખાલિસ્તાની ગ્રુપ શીખ ફોર જસ્ટિસની ગતિવિધિઓ પર નજર રહી છે. આ સંગઠને જ કથિતપણે ખાલિસ્તાન જનમત સંગ્રહમાં સામેલ થવા મટે આવનારાઓને મફત એર ટિકિટ આપી હતી.

શીખ ફોર જસ્ટિસ સંગઠનને ભારત સરકારના ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર જાહેર કર્યું છે. ન્યૂયોર્ક ખાતે શીખ ફોર જસ્ટિસ સંગઠન ગેરકાયદેસર રીતે પોતાની ગતિવિધિઓ ચલાવી રહ્યું છે. તેનાથી પંજાબમાં પરિસ્થિતિ બગડી રહી છે.

ગુરપતવંતસિંહ પન્નૂ અને પરમજીતસિંહ આ સંગઠનના મુખ્ય વ્યક્તિ છે. તે પોતાની ગતિવિધિઓ ચલાવી રહ્યા છે. આ નિર્ણય સરકારે ઘણાં શીખ સંગઠનોના અભિપ્રાય બાદ લીધો છે.

આ સંગઠન ગત ત્રણ વર્ષથી સક્રિય છે. દાવો કરે છે કે તેના બે લાખ ઓનલાઈન સપોર્ટર છે. પરંતુ સરકારને જાણકારી છે કે આઠથી દશ આના મુખ્ય કાર્યકર્તાઓ છે. તેમની ઓળખ કરી લેવામાં આવી છે.

આ સંગઠનની તમામ જવાબદારી હરદીપસિંહ નિજર અને પરમજીતસિંહ પમ્મા ન્યૂયોર્કમાં રહીને કરી રહ્યા છે. આ સંગઠનની ગતિવિધિઓ ત્યાં વધારે છે, જ્યાં શીખોની વસ્તી વધારે છે. સરકારને આ જાણકારી મળી છે કે આ સંગઠને પુલવામા એટેકને આતંકી ઘટના કહ્યો ન હતો.

આ સંગઠન યુકે, યુએસએ, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં સક્રિયછે. આ દેશોમાં આ સંગઠનની ગતિવિધિઓ સૌથી વધારે છે. કરતારપુર કોરિડોર દ્વારા આ સંગઠન પોતાની ગતિવિધિઓ ચલાવવાની કોશિશ કરી રહ્યું હતું.

શીખ ફોર જસ્ટિસના એક્ટિવિસ્ટ પરમજીતસિંહ પમ્પાને 30 જૂને ભારત-ઈંગ્લેન્ડ મેચ દરમિયાન જોવામાં આવ્યો હતો. પરમજીતસિંહે ખાલિસ્તાન સમર્થક તરીકેનું એક ટીશર્ટ પણ પહેર્યું હતું. સરકાર પ્રમાણે, આ સંગઠને રેફરેન્ડમ 20-20 દ્વારા પાકિસ્તાનની મદદ માંગી હતી.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code