1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશમાં પેસેન્જર વાહનોની ખરીદી ઉચ્ચ સ્તરે – જાન્યુઆરીમાં 11 ટકા વધારો નોઁધાયો
દેશમાં પેસેન્જર વાહનોની ખરીદી ઉચ્ચ સ્તરે – જાન્યુઆરીમાં 11 ટકા વધારો નોઁધાયો

દેશમાં પેસેન્જર વાહનોની ખરીદી ઉચ્ચ સ્તરે – જાન્યુઆરીમાં 11 ટકા વધારો નોઁધાયો

0
Social Share

ઓટો ઉદ્યોગની સંસ્થા સિયામને વિતેલા ગુરુવારે જણાવ્યું હતું કે જાન્યુઆરી 2021 માં ભારતમાં પેસેન્જર વાહનોના જથ્થાબંધ વેચાણમાં 11.14 ટકાનો વધારો થઈને 2,76,554 એકમો પર પહોંચી ગયો છે. જ્યારે એક વર્ષ પહેલા જાન્યુઆરી 2020 માં, મુસાફરોના વાહનોના 2,48,840 યુનિટ વેચાયા હતા.

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સના સોસાયટીના તાજેતરના રજુ કરેલા ડેટા અનુસાર જાન્યુઆરી 2021 માં ડીલરોને ટુ-વ્હીલર્સની સપ્લાય 6.33 ટકા વધીને 14,29,928 એકમ થયો છે, જે પાછલા વર્ષ સમાન સમયગાળામાં 13,41,005 એકમ રહી હતી.

આ આંકડા ઓમુજબ, જાન્યુઆરી 2021 માં મોટરસાયકલનું વેચાણ 5.1 ટકા વધીને 9,16,365 એકમ થયું છે. જ્યારે ગયા વર્ષે જાન્યુઆરીમાં મોટરસાયકલના 8,71,886 યુનિટ વેચાયા હતા.

આ સમયગાળા દરમિયાન સ્કૂટરનું વેચાણ 9.06 ટકા વધ્યું છે. એક વર્ષ અગાઉના સમયગાળા દરમિયાન 4,16,567 યુનિટની સરખામણીએ સ્કૂટર્સે જાન્યુઆરી 2021 માં 4,54,315 યુનિટ વેચ્યા હતા.

જોકે, થ્રી વ્હીલર્સના વેચાણમાં 56.76 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં, 26,335 યુનિટ થ્રી વ્હિલર્સ વેચાયા હતા, જ્યારે જાન્યુઆરી 2020 માં 60,903 યુનિટ વેચાયા હતા.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code