Site icon Revoi.in

રાહુલ ગાંધીએ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની ત્રિદિવસીય શિબિરનું કર્યુ ઉદઘાટન

Social Share

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી 2027ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સંસદમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે વડોદરા પહેચતા તેમનું પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન વડોદરા એરપોર્ટ બહાર રાહુલ ગાંધી આવતાં કોંગ્રેસ કાર્યકર્તાએ તેમની ગાડીની આગળ આવી ‘રાહુલ ગાંધી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ એવા નારા જોરશોરથી લગાવ્યા હતા. આ સંભાળતાં જ રાહુલ ગાંધીએ મિતેશ પરમાર નામના કાર્યકરને મળવા બોલાવ્યો હતો અને તેનું કાર્ડ પણ લીધું હતું. કહેવાય છે કે મિતેશ પરમાર નામના કાર્યકરે પોતાની રજુઆત કરી હતી. રાહુલ ગાંધી વડોદરાથી બાય કારમાં આણંદ પહોચ્યા હતા.

કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે. વિઝન 2027નો રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે 26થી 28 જુલાઈ સુધી ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું રાહુલ ગાંધીએ ઉદ્ધાટન કર્યું હતું. આ સમયે ગંભીરા બ્રિજ અકસ્માતના અસરગ્રસ્તોએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતું પોલીસે પરિવારજનોને તેમને અટકાવ્યા હતા. જોકે, ભારે વિવાદ બાદ 7 પરિજનોને રાહુલ ગાંધીને મળવા અંદર જવા દેવાયા હતા.

આજે રાહુલ ગાંધી વડોદરાના જીતોડિયા ગામમાં સહકારી દૂધ ઉત્પાદકો અને સહકારી સમુદાયના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ મુલાકાતમાં દૂધ ઉત્પાદકોની સમસ્યાઓ, સ્થાનિક સહકારી સમિતિઓની સ્થિતિ અને ખેડૂતોના હિત સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પશુપાલકો અને દૂધ સંઘના સભાસદો સાથે કરી વિસ્તૃત વાતચીત કરી હતી. આ સમયે ગંભીરા બ્રિજ અકસ્માતના અસરગ્રસ્તોએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ પોલીસે પરીજનોને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા. સંવાદ સ્થળે કેટલાક પરિજનો પહોંચતા પોલીસે તેઓને બહાર કાઢ્યા હતા.  ત્યારબાદ પ્રદેશના નેતાઓએ દરમિયાનગીરી કરતા ગંભીરા બ્રિજના અસરગ્રસ્તો રાહુલ ગાંધીને મળ્યા હતા.