1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રેલવેના કર્મચારીઓએ પણ જુની પેન્શન યોજના સહિતના પ્રશ્નોના ઉકેલ માટે ધરણા કર્યાં
રેલવેના કર્મચારીઓએ પણ જુની પેન્શન યોજના સહિતના પ્રશ્નોના ઉકેલ માટે ધરણા કર્યાં

રેલવેના કર્મચારીઓએ પણ જુની પેન્શન યોજના સહિતના પ્રશ્નોના ઉકેલ માટે ધરણા કર્યાં

0
Social Share

અમદાવાદઃ વેસ્ટર્ન રેવલેના કર્મચારીઓએ જુની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકાર સામે મોરચો ખોલ્યો છે. રેલવે કર્મચારીઓની ઘણા લાંબા સમયથી પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતા તેમજ રેલવે કર્મચારીઓ પર થતા અન્યાયના મુદ્દે ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશન દિલ્હીના આદેશ અનુસાર વેસ્ટર્ન રેલવેમાં તથા સમગ્ર દેશના રેલવેના તમામ કર્મચારીઓએ એક દિવસીય ભુખ હડતાળ તેમજ ધરણા પ્રદર્શન કરી કેન્દ્ર સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ભાવનગર અને રાજકોટમાં પણ રેલવે કેર્મચારીઓએ એક દિવસની ભૂખ હડતાળ અને ધરણા કર્યા હતા.

રાજકોટના કોઠી કમ્પાઉન્ડ વિસ્તારમાં મંગળવારે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધરણા કર્યા હતા. જેમાં ઉપસ્થિત સભ્યોએ જો ‘ન મિલી મજદૂર કી માંગ રેલ કરેંગે ચક્કાજામ’ ના સુત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જ્યાં કર્મચારીઓનાં પ્રમોશન સહિતના વિવિધ લાભો સમયસર મળતા નહીં હોવાનો આક્ષેપ રેલવે તંત્ર પર લગાવવામાં આવ્યો હતો. આ અંગે સંગઠનના મહિલા કાર્યકરોએ જણાવ્યું હતું કે, અમારા ઘણા મુદ્દાઓ છે. જેમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવામાં આવે. સમયાંતરે પ્રોમશન આપવામાં આવતું નથી. વિવિધ સિલેક્શનની એક્ઝામ લાંબા સમયથી લેવામાં આવી નથી, કર્મચારીઓને એરીયર્સ આપવા આવ્યું નથી, પાયાની સુવિધા જેવી કે પાણી, ટોયલેટ, બાથરૂમ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી, ઓવર ટાઈમનું ભથ્થું ચૂકવવું, આ મુખ્ય મુદ્દાઓ છે, એના ઉકેલ માટે  અમે ધરણા કરી રહ્યા છીએ.

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન તથા ઓલ ઇન્ડિયા રેલવે મેન ફેડરેશન દ્વારા રેલવે કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ જેવી કે, રેલવે કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમ શરૂ કરવા, રેલવેનું ખાનગીકરણ થતું અટકાવવું, રેલવેમાં ખાલી પડેલ જગ્યાઓની ભરતી કરવી અને અટકેલા પ્રમોશનને વહેલી તકે ભરવા, રેલવેના ક્વોટરના બાંધકામ અને સમારકામ માટે પર્યાપ્ત ભંડોળ, રનીંગ કર્મચારીઓને અન્ય સુરક્ષા શ્રેણીના કર્મચારીઓની સમસ્યાનું સમયબંધ નિવારણ, વિલંબ કર્યા વિના કેડરની રચના કરવી તથા આઠમા પગાર પંચ અને લાંબા સમયથી પડતર માંગો પુરી કરવા સહિતની માંગણીઓને લઈ એકદિવસીય ભૂખ હડતાળ તેમજ ઘરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code