Site icon Revoi.in

ગુજરાતમાં 20મી જુન બાદ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થશે

Social Share

અમદાવાદ, 17 મે 2026: Rains will arrive in waves after June 20th ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન 20મી જૂન બાદ થશે. જોકે છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસું મોડું બેસશે. એવુ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

ગુજરાતમાં સામાન્ય રીતે જૂનના બીજા સપ્તાહથી નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થતો હોય છે, પરંતુ આ વર્ષે મેઘરાજાની રાહ જાવી પડશે. છેલ્લા બે વર્ષના આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2024માં 11મી જૂનના રોજ ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયો હતો. વર્ષ 2025માં 16મી જૂનના રોજ મેઘરાજાની પધરામણી થઈ હતી. જ્યારે વર્ષ 2026માં 20 જૂન પછી જ ચોમાસું સક્રિય થાય તેવા અણસાર છે. જો કે, રાહતની વાત એ છે કે જૂનના પ્રથમ સપ્તાહથી જ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. તેથી તાપમાનમાં ઘટાડો થશે.

 હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં હવે ગરમીના પારામાં ધીરે-ધીરે ઘટાડો થવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ વાતાવરણમાં હજુ પણ વધ-ઘટ જોવા મળી શકે છે. આજે 17મેથી તાપમાનમાં ઘટાડો થશે. જોકે, કેટલાક આંતરિક ભાગોમાં પારો હજુ પણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમુક આંતરિક ભાગોમાં તાપમાન ઊંચું રહેશે, જ્યારે દરિયા કિનારાના વિસ્તારોમાં લોકોને ગરમીથી થોડી રાહત મળશે અને તાપમાન નીચું નોંધાશે.  આ વર્ષે ચોમાસું ઘણું સારું રહેશે અને આવતા વર્ષે પણ રાજ્યમાં વરસાદ ઘણો સારો જોવા મળશે.

Exit mobile version