1. Home
  2. ગુજરાતી
  3. અપકમિંગ વેબસિરીઝ ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’માં જોવા મળશે રાજકુમાર રાવ – નેટ ફ્લિક્સ પર થશે રિલીઝ
અપકમિંગ વેબસિરીઝ ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’માં જોવા મળશે રાજકુમાર રાવ – નેટ ફ્લિક્સ પર થશે રિલીઝ

અપકમિંગ વેબસિરીઝ ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’માં જોવા મળશે રાજકુમાર રાવ – નેટ ફ્લિક્સ પર થશે રિલીઝ

0
Social Share
  • રાજ કુમાર રાવની અપકમિંગ ફિલ્મ
  • ગન્સ એન્ડ ગુલાબમાં જોવા મળશે

મુંબઈઃ- બોલિવૂડમાં ખૂબ જ ટૂંકા સમયમાં મોટી સફળતા મેળવનારા અભિનેતા રાજકુમાર રાવ એક પછી એક ફિલ્મો આપી રહ્યા છએ,તેમની ઘણી ફિલ્મોની સફળતા બાદ તેમની ડિમાન્ડ વધતી જોવા મળી છે, ત્યારે ફરી હવે તેઓ ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’ નામની ફિલ્મમાં લીડ રોલ કરતો જોવા મળશે.

ફેમિલી મેન સિરીઝ બનાવનાર ડિરેક્ટર રાજ એન્ડ ડીકેના પ્રોજેક્ટ માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ત્યારે હવે તેમણે પોતાના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. રાજ અને ડીકેની ફિલ્મ ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’ OTT પર રિલીઝ થશે જેમાં રાજકુમાર રાવ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

બોલિવૂડના જાણીતા અભિનેતા રાજકુમાર રાવ નિર્માતા-દિગ્દર્શક જોડી રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકેની કોમેડી-થ્રિલર શ્રેણી ‘ગન્સ એન્ડ રોઝ’માં કામ કરતા જોવા મળશે. રાજ અને ડીકેએ તેમની આગામી નેટફ્લિક્સ શ્રેણી ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’ની જાહેરાત કરી છે.

જાણકારી પ્રમાણે આ સિરીઝમાં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકા ભજવશે.આ બીજી વખત હશે જ્યારે રાજકુમાર રાવ રાજ અને ડીકે સાથે કામ કરશે. આ પહેલા તેઓ ફિલ્મ ‘સ્ત્રી’ માટે સાથે આવ્યા હતા. રાજકુમાર રાવ, આદર્શ ગૌરવ અને દુલકર સલમાન ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’ સિરીઝમાં જોવા મળશે. આ સીરિઝ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code