1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનને ઘેરવાની તૈયારી, પાકિસ્તાન-અમેરિકાના ભારતીય રાજદૂતો સાથે રાજનાથસિંહની મુલાકાત
પાકિસ્તાનને ઘેરવાની તૈયારી, પાકિસ્તાન-અમેરિકાના ભારતીય રાજદૂતો સાથે રાજનાથસિંહની મુલાકાત

પાકિસ્તાનને ઘેરવાની તૈયારી, પાકિસ્તાન-અમેરિકાના ભારતીય રાજદૂતો સાથે રાજનાથસિંહની મુલાકાત

0
Social Share

પાકિસ્તાનમાં તેનાત ભારતીય હાઈકમિશનર અજય બિસારિયાએ બુધવારે સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાથે મુલ કાત કરીને ભારત અને પાકિસ્તાનના સંબંધો મામલે ચર્ચાવિચારણા કરી હતી. બંનેની મુલાકાત 14મી ફેબ્રુઆરીના રોજ પુલવામા થયેલા આતંકવાદી હુમલા બાદ થઈ છે. આ મામલામા સીઆરપીએફના 44 જવાનોની શહીદી થઈ છે.

પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન બંનેએ જ પોતાના હાઈકમિશનરોને ચર્ચાવિચારણા માટે બોલાવ્યા છે.

બીજી તરફ અહેવાલો છે કે ગૃહ મંત્રાલય તરફથી પાકિસ્તાને અલગ-થલગ કરવા માટે ડોઝિયર બનાવાઈ રહ્યુ છે. તેને તમામ દેશોના ભારતીય દૂતાવાસને મોકલવામાં આવશે. જેથી પાકિસ્તાનના જૂઠ્ઠાણાઓને બેનકાબ કરી શકાય.

બીજી તરફ રાજનાથસિંહે બુધવારે સવારે જ અમેરિકામાં તેનાત ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રીંગલાની સાથે મુલાકાત કરી છે. આ બેઠક પણ એવા સમયે યોજાઈ છે કે જ્યારે વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે આતંકવાદના આશ્રયસ્થાનો અને તેને ટેકો આપવા બદલ દુનિયાભરમાં કૂટનીતિક પ્રયાસો દ્વારા પાકિસ્તાનને અલગ-થલગ કરવામાં આવશે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પુલવામા હુમલા પર આકરું નિવેદન આપતા પાકિસ્તાનને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તાકીદ પણ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code