રામાયણ લગભગ બધાએ સાંભળી જ હોય છે. વાલ્મીકિએ સંસ્કૃતમાં રામાયણને લખી છે જેમાં શ્રી રામના જીવનગાથાનું વર્ણન છે. રામાયણનો અર્થ થાય છે રામ+આયણમ જેનો શાબ્દિક અર્થ થાય છે રામની જીવનગાથા. રામાયણના પાત્રોને બધા લોકો સારી રીતે ઓળખે છે.
રામાયણ પવિત્ર ગ્રંથ છે. આની કહાની જેટલી આદર્શવાદી તેટલી જ પ્રેરણાદાયી પણ છે. રામાયણના મુખ્યપાત્રને તો લોકો જાણે જ છે પરંતુ શું તમે તાડકા,મારિચ અને સુબાહુ કોણ હતા તેમને જાણો છો ?
એમનો રાવણથી શું સંબંધ છે તે તમને ખબર છે?
રાવણનો મારિચ સાથેનો સંબંધ:
મારિચએ રાક્ષસ હતો જેણે દ્વેતાયુગમાં હરણનો વેશ ધારણ કર્યો હતો જેના લીધે સીતાનું હરણ થયું હતું.
શૂર્પણખાના અપમાનનો બદલો લેવા માટે રાવણ મારિચ પાસે પહોંચ્યો. રાવણ મારિચનો ભત્રીજો હતો. રાવણના કહેવા પર તેણે વેશ બદલીને હરણનો રૂપ લીધો હતો.
રાવણનો સુબાહુ સાથે સંબંધ:
અયોદયાકાંડમાં જ્યારે ગાધી-પુત્ર મુનિવર વિશ્વામિત્ર પધાર્યા ત્યારેતો દશરથએ તેમનો આદર સત્કાર કર્યો. મુનિવર વિશ્વામિત્રએ વ્રતની દીક્ષા લીધી હતી, પરંતુ જ્યારે જ્યારે વ્રતની દીક્ષા સમાપ્ત થવાની હોય ત્યારે ત્યારે યજ્ઞવેદી પર મારિચ અને સુબાહુ નામના બે રાક્ષસ બધુ બર્બાદ કરી નાખતા હતા એમની માનમાની રોકવા માટે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને પોતાની સાથે લઈ ગયા જયા લક્ષ્મણએ તેમના આગનેય શસ્ત્રથી સુબાહુનું વધ કર્યું. રાવણ સુબાહુનો ભત્રીજો હતો. મારિચ અને સુબાહુ બંને ભાઈઓ હતા.
રાવણનો તાડકાથી સંબંધ:
તાડકા વિશે તો લગભગ બધા જાણે જ છે. તાડકા એ સુંદર અપ્સરા હતી, પરંતુ એક શ્રાપના કારણે તે રાક્ષસી તાડકા બની ગઈ હતી. તેને એક રાક્ષસથી લગ્ન પણ કર્યા જેનાથી બે સંતાનો પણ હતા. શ્રી રામએ જ્યારે તાડકાનો વધ કર્યો ત્યારે તેનો ઉદ્ધાર થયો હતો.

