1. Home
  2. ગુજરાતી
  3. અયોધ્યામાં આયોજીત રામલીલાએ સ્થાપ્યો કિર્તિમાન, 20 કરોડ દર્શકોએ રામલીલા જોઈ
અયોધ્યામાં આયોજીત રામલીલાએ સ્થાપ્યો કિર્તિમાન, 20 કરોડ દર્શકોએ રામલીલા જોઈ

અયોધ્યામાં આયોજીત રામલીલાએ સ્થાપ્યો કિર્તિમાન, 20 કરોડ દર્શકોએ રામલીલા જોઈ

0

લખનૌઃ લક્ષ્મણકિલાના સંકુલમાં મેરી માં ફાઉડેશનના તત્વાવધાનમાં આયોજીત ફિલ્મી કલાકારોથી સુસજ્જિત રામલીલા મંચનના અંતિમ દિવસે દશેરા મહોત્વની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગ્રે અન્યાયના પ્રતીક સમાન રાવણના 40 ફુટ પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં મુખ્ય અતિથિ સાંસદ લલ્લૂસિંહ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પહેલા ભગવાન શ્રી રામજી અને લંકેશ વચ્ચે સર્જાયેલા યુદ્ધનું દ્રશ્યાંકન ખુબ રોમાંચકારી રહ્યું હતું. અંતે રાવણના અભિમાનનો વિરોધ કરનારા નાનાભાઈ વિભીષણની સલાહથી ભગવાન શ્રીરામજીએ રાવણની નાભીમાં સ્થિત અમૃતકુંડને નિશાન બનાવ્યું હતું. જેથી રાવણ તડફળિયા મારીને જમીન ઉપર પટકાયા હતા. આ સાથે જ ડિજીટલ આતિશબાજી વચ્ચે રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું.

લંકેશ રાવણના પૂતળાના દહન સાથે સમગ્ર પરિસર ભગવાન શ્રીરામજીના જય જયકારથી ગુંજી ઉઠ્યું હતું. અન્ય દ્રશ્યમાં લંકા ઉપર વિજય મેળવીને અયોધ્યા પરત ફરેલા મર્યાદાપૂરષોત્તમ શ્રી રામના રાજતિલક સાથે રામરાજ્યની પરિકલ્પનાનો પુનઃસાકાર કરવાના જનાકાંક્ષાનું પ્રદર્શન જોવા મળ્યું હતું. પ્રથમ તિલક વરિષ્ઠ મુની કીન્હાની પરંપરામાં લક્ષ્મણ કિલ્લાધીશ મહંત મૈથિલી રમણ શરણ મહારાજજીએ ભગવાનને તિલક કર્યું હતું. આ પ્રસંગ્રે અન્ય સંતો અને અતિથિયોએ પણ ભગવાન શ્રીરામને તિલક કર્યું હતું. આમ દર દિવસના રામલીલાનું ધાર્મિક વાતાવરણમાં સમાપન થયું હતું.

ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા નગરીમાં રામલીલા મચનની પરંપરા રામચરિત માનસ અનુસાર થઈ હતી. આ કારણે કથાનકોમાં અંતર આવ્યું હતું. રામલીલા કમિટીના અધ્યક્ષ સુભાષ મલિકએ જણાવ્યું હતું કે, આ વખતે અયોધ્યાની રામલીલાને 20 કરોડ કરતા વધારે દર્શકોએ દુનિયાના ખુણે-ખુણે જોવાઈ હતી અને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. આ રામલીલા દૂરદર્શન ઉપર દર્શાવવામાં આવી હતી. રામલીલામાં અનેક જાણીતા ફિલ્મી કલાકારોએ ભાગ લીધો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.