![રણબીર કપૂર-શ્રદ્ધા કપૂરની જોડીનો બોક્સ ઓફિસ પર દબદબો,પહેલા દિવસે કરી આટલા કરોડની કમાણી](https://www.revoi.in/wp-content/uploads/2023/03/tjmm-main.jpg)
રણબીર કપૂર-શ્રદ્ધા કપૂરની જોડીનો બોક્સ ઓફિસ પર દબદબો,પહેલા દિવસે કરી આટલા કરોડની કમાણી
મુંબઈ:રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘તુ જુઠી મેં મક્કાર’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.આ ફિલ્મ 8 માર્ચે ધૂળેટીના અવસર પર રિલીઝ થઈ છે.’તુ જૂઠી મેં મક્કાર’માં પહેલીવાર દર્શકોને રણબીર અને શ્રદ્ધાની મોટા પડદાની જોડી આશ્ચર્યચકિત કરતી જોવા મળી હતી.લવ રંજનની ફિલ્મ પાસેથી સારી ઓપનિંગની અપેક્ષા હતી.એવું જ થયું. આ ફિલ્મે ધૂળેટી પર ધમાકેદાર ઓપનિંગ કરીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ના ટ્રેલર અને ગીતોએ પહેલા જ ચાહકોનું દિલ જીતી લીધું હતું.આ પછી ફિલ્મને ધૂળેટી પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ફિલ્મની રિલીઝને લઈને મેકર્સનો આ નિર્ણય એકદમ સાચો સાબિત થયો છે. રણબીર અને શ્રદ્ધાની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ એ પહેલા દિવસે 15.73 કરોડનું કલેક્શન કર્યું છે.
જોરદાર ઓપનિંગ સાથે ‘તુ જૂઠી મેં મક્કાર’એ કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ને માત આપી દીધી છે.’ભૂલ ભુલૈયા 2’ એ ઓપનિંગ ડે પર 13.41 કરોડની કમાણી કરી હતી.લવ રંજન ફિલ્મ્સે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મની શાનદાર ઓપનિંગ પર ખુશી વ્યક્ત કરતા તેના પ્રથમ દિવસનું કલેક્શન શેર કર્યું છે.
જોકે, શરૂઆતના દિવસ પછી પણ ફિલ્મ કેટલો સમય સારી કમાણી કરતી રહે છે તે જોવું રસપ્રદ રહેશે.